ઍનૅલિસ્ટોના મતે રેપો રેટ વધીને ૬.૭૫ ટકા સુધી પહોંચી શકે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રિઝર્વ બૅન્કે મે મહિનાથી અત્યાર સુધીમાં વ્યાજદરમાં કુલ ૨.૨૫ ટકાનો વધારો કર્યો છે અને હજી પણ વધુ ૦.૫૦ ટકાનો વધારો થાય તેવી સંભાવના ઍનૅલિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે.
આઇડીબીઆઇ બૅન્કના ટ્રેઝરી હેડે જણાવ્યું હતું કે, કોર ફુગાવો એલિવેટેડ રહે છે અને યુએસ ફેડરલ રિઝર્વ દરમાં વધારો કરવાનું ચાલુ રાખતું હોવાથી, ભારતીય રિઝર્વ બૅન્ક આવતા વર્ષે ચાવીરૂપ નીતિદરને ૬.૭૫ ટકા સુધી લઈ જઈ શકે છે, જે હાલમાં ૬.૨૫ ટકા પર પહોંચ્યા છે.
ADVERTISEMENT
હવે ફોકસ કોર ફુગાવા પર રહેશે જે છ ટકાથી ઉપર ચાલુ છે. ફુગાવાના કેટલાક અન્ય ઘટકોએ પણ તેજી દર્શાવી છે, તેથી એ કહેવું બહુ વહેલું છે કે ફુગાવો આરબીઆઇના સહનશીલતા બૅન્ડમાં આવ્યો છે તેમ અરુણ બંસલ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અને આઇડીબીઆઇ બૅન્કના ટ્રેઝરી વડાએ જણાવ્યું હતું.
આરબીઆઇએ રૂપિયાના અવમૂલ્યન અને અમેરિકા સાથેના સાંકડા થતા વ્યાજદરના તફાવતનું પણ ધ્યાન રાખવું પડશે... હજુ પણ ટર્મિનલ રેપો રેટ વધારીને ૬.૭૫ ટકા કરવામાં આવે તેવી ૬૦ ટકા સંભાવના છે.
ભારતની તુલનાએ અમેરિકન ફેડરલ બૅન્કે વ્યાદરમાં ૪.૨૫ ટકાનો વધારો કરીને ૪.૨૫થી ૪.૫૦ ટકાનો દર કર્યો છે.