મુકેશ અંબાણીનું આંધ પ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં નિવેદન
મુકેશ અંબાણી
રિલાયન્સ આંધ્ર પ્રદેશમાં ૫૦,૦૦૦ નવી રોજગારીની તક ઊભી કરશે અને રીટેલ બિઝનેસ દ્વારા રાજ્યમાં બનેલાં ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપશે, એમ ચૅરમૅન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. ‘આંધ્ર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૩’માં તેમણે સંબોધન કરતાં કહ્યું હતું કે રિલાયન્સ રીટેલ નોંધપાત્ર રીતે વધુ કૃષિ અને કૃષિ આધારિત ઉત્પાદનો અને આંધ્ર પ્રદેશમાંથી ઉત્પાદિત માલ આખા ભારતમાં વેચાણ માટે આપશે.
રીટેલ ક્ષેત્રમાં ક્રાન્તિનો ઉલ્લેખ કરતાં અંબાણીએ મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીની હાજરીમાં જણાવ્યું હતું કે રિલાયન્સ રીટેલે આંધ્ર પ્રદેશનાં ૬૦૦૦ ગામડાંઓમાં ૧.૨ લાખથી વધુ કરિયાણાના વેપારીઓ સાથે ભાગીદારી કરી છે. તેમણે કહ્યું કે નાના ઉદ્યોગો ડિજિટલ યુગમાં વિકાસ માટે જરૂરી સાધનોથી સજ્જ છે. રિલાયન્સ રીટેલે
અત્યાર સુધી આંધ્ર પ્રદેશમાં ૨૦,૦૦૦થી વધુ સીધી નોકરીઓ અને મોટી સંખ્યામાં પરોક્ષ નોકરીઓ પ્રદાન કરી છે.