Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રિલાયન્સ જિયોનો નફો બીજા ક્વૉર્ટરમાં ૨૮ ટકા વધ્યો

રિલાયન્સ જિયોનો નફો બીજા ક્વૉર્ટરમાં ૨૮ ટકા વધ્યો

Published : 22 October, 2022 05:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જિયોની આવકમાં ૨૦.૨ ટકાનો વધારો નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રિલાયન્સ જિયો ઇન્ફોકૉમે શુક્રવારે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં તેના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે ૨૮ ટકાનો વધારો કરીને ૪૫૧૮ કરોડ રૂપિયા નોંધાવ્યો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તેનો ચોખ્ખો નફો ૩૫૨૮ કરોડ રૂપિયા હતો, એમ કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું.


ઑપરેશન્સમાંથી આવક ૨૦.૨ ટકા વધીને ૨૨,૫૨૧ કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉના ગાળામાં ૧૮૭૩૫ કરોડ રૂપિયા હતી.



જિયો સમગ્ર દેશમાં 5G સેવા શરૂ કરવા જઈ રહી છે એ પહેલાં પરિણામો જાહેર થયાં છે. આ મહિનાની શરૂઆતમાં, જિયોએ જાહેરાત કરી હતી કે એ પાંચમી ઑક્ટોબરથી ગ્રાહકોના પસંદગીના સેટ સાથે દિલ્હી, મુંબઈ, કલકત્તા અને વારાણસીનાં ચાર શહેરોમાં તેની 5G સેવાઓની બીટા ટ્રાયલ શરૂ કરશે. સરકારને ત્રણ કંપનીમાંથી ૯૫૨ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2022 05:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK