મુકેશ અંબાણીનો પ્લાન ગ્રીન એનર્જીમાં ફોકસ કરવાની સાથે જ ગિગા ફેક્ટ્રી અને બ્લૂ હાઈડ્રોજન ફેસિલિટીનું નિર્માણ કરવાનો પણ છે. આ 15 વર્ષોમાં 75 અરબ ડૉલરનું ઈન્વેસ્ટમેન્ટ કરશે, જેની જાહેરાત એક વર્ષ પહેલા કરવામાં આવી હતી.
મુકેશ અંબાણી (ફાઈલ તસવીર)
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) માલિક અને એશિયાના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Amabni) ગ્રીન એનર્જી સેક્ટર પર ધ્યાન આપી રહ્યા છે. જો કે, આ પહેલા મુકેશ અંબાણી પોતાના સંતાનો આકાશ, અનંત અને ઈશાને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જુદી-જુદી જવાબદારી સોંપશે. જણાવવાનું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કુલ 75 બિલિયન ડૉલરનું ઈન્વેસ્ટમેન્ટ ગ્રીન એનર્જી (Green Energy)માં કરશે.
એક રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીનો પ્લાન ગ્રીન એનર્જીમાં ફોકસ કરવાની સાથે જ ગિગા ફેક્ટ્રી અને બ્લૂ હાઈડ્રોજન ફેસિલિટીનું નિર્માણ કરવાનો પણ છે. આ 15 વર્ષોમાં 75 અરબ ડૉલરનું ઈન્વેસ્ટમેન્ટ કરશે, જેની જાહેરાત એક વર્ષ પહેલા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
શું છે રિયાન્સ ઈન્ડસ્ટ્રીનો પ્લાન?
વાયર એજન્સીના રિપૉર્ટ પ્રમાણે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતના એનર્જી સેક્ટર (Energy Sector)માં અરબો ડૉલરના ઈન્વેસ્ટમેન્ટની માગ કરી રહ્યું છે અને મધ્યપૂર્વી ફન્ડ સહિત શક્ય ઈન્વેસ્ટરોનો સંપર્ક કર્યો છે. સૂત્રોએ માહિતી આપી છે કે તેમની મહાત્વાકાંક્ષા આ સેક્ટરમાં મજબૂત કરવાની છે. જેવું તેમણે પોતાની મોબાઈલ ફોન કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકૉમ લિમિટેડ સાથે કર્યું હતું.
મુકેશ અંબાણીના નામે અનેક ઉપલબ્ધિઓ
એશિયાના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ને અનેક ઉપલબ્ધિઓ માટે ઓળખવામાં આવે છે. 1990ના દાયકમાં શિપિંગ કન્ટેનરો સાથે જોડાયેલ કેટલાક મુદ્દે કામ કર્યું છે. ત્યાર બાદ જ મુકેશ અંબાણીએ વિશ્વની બીજી સૌથી મોટી પેટ્રો કેમિકલ રિફાઈનરી ઊભી કરવામાં સફળતા મેળવી છે. લગભગ બે દાયકા બાદ તેમની વધુ એક સ્ટાર્ટઅપ ફર્મ ભારતની સૌથી મોટી દૂરસંચાર ઑપરેટર બની ગઈ. આની સાથે જ તેમણે પોતાના સંતાનોને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જવાબદારી પણ સોંપી છે.
આ પણ વાંચો : અંબાણી પરિવારના આંગણે ફરીવાર માંડવો બંધાવાના એંધાણ
ગ્રીન એનર્જીમાં અદાણી સામે ટક્કર!
રિલાયન્સ ગ્રુપના મુખિયા મુકેશ અંબાણી ગ્રીન એનર્જી સેક્ટરમાં અધિગ્રહણના ટારગેટને ઓળખે અને શૅરહૉલ્ડર્સ સાથે વાતચીત કરી રહ્યા છે અને ગ્રીન એનર્જી પર સંપૂર્ણ રીતે ફોકસ છે. અહીં, ગૌતમ અદાણી (Gautam Adani)એ પણ ગ્રીન એનર્જી સેક્ટરમાં મજબૂત પકડ બનાવવા માટે પ્લાન તૈયાર કર્યા છે. એવામાં બન્ને વેપારી આ સેક્ટરમાં પણ સામ-સામા હશે.