મનોરંજન ક્ષેત્રે રાજા બનવા માટે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ હવે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની વચ્ચે મર્જર માટે એક ડીલ સાઈન કરવામાં આવી છે
મુકેશ અંબાણીની ફાઇલ તસવીર
એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના બિઝનેસમાં ઑઈલથી લઈને ગ્રીન એનર્જીનો વિસ્તાર છે અને તેઓ તેને સતત વિસ્તારી રહ્યા છે. હવે અબજોપતિ અંબાણી બીજા સેક્ટરમાં હલચલ મચાવવા માટે તૈયાર છે. હા, મનોરંજન ક્ષેત્રે રાજા બનવા માટે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ હવે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની (Reliance and Disney Murger) વચ્ચે મર્જર માટે એક ડીલ સાઈન કરવામાં આવી છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
રિલાયન્સ પાસે 61 ટકા હિસ્સો હશે
ADVERTISEMENT
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ બાબતથી વાકેફ લોકો કહે છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને વોલ્ટ ડિઝની કંપની (Reliance and Disney Deal)એ ભારતમાં તેમના મીડિયા ઑપરેશન્સને મર્જ કરવા માટે બંધનકર્તા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, રિલાયન્સ અને તેના સહયોગીઓ મર્જર પછી રચાયેલી મીડિયા એન્ટિટીમાં ઓછામાં ઓછો 61 ટકા હિસ્સો ધરાવે તેવી અપેક્ષા છે, જ્યારે બાકીનો હિસ્સો વોલ્ટ ડિઝની પાસે રહેશે.
સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી
જોકે, રિલાયન્સ અને ડિઝની (Reliance and Disney Deal)એ મર્જર ડીલ પર હસ્તાક્ષર કર્યાના સમાચાર અંગે બંને કંપનીઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, જો આ બે મોટી કંપનીઓ વચ્ચેનું આ મર્જર સફળ રહેશે તો રિલાયન્સ અને ડિઝની મળીને ભારતીય મીડિયા ઈન્ડસ્ટ્રીમાં એક મોટા ખેલાડીની ભૂમિકા ભજવશે. રિપોર્ટમાં અનુમાન છે કે આ મર્જર હેઠળ રિલાયન્સ 61 ટકા હિસ્સા માટે 1.5 બિલિયન ડૉલરનું રોકાણ કરશે.
ચિહ્નો પહેલેથી જ દેખાતા હતા
આ મહિનાની શરૂઆતથી જ આ ડીલને લઈને મોટા સંકેતો મળી રહ્યા છે. અગાઉ વોલ સ્ટ્રીટ જર્નલે પણ એક રિપોર્ટમાં કહ્યું હતું કે, વોલ્ટ ડિઝની તેના ભારતીય બિઝનેસનો 60 ટકા હિસ્સો વાયકોમ૧૮ને વેચવા માટે તૈયાર છે. જોકે, બે ભાગીદારો વચ્ચેના હિસ્સાના વિભાજનનો અંદાજ છે અને ડીઝનીની અન્ય સ્થાનિક પ્રોપર્ટીઝને ડીલ ફાઈનલ થાય ત્યાં સુધીમાં કેવી રીતે સામેલ કરવામાં આવે છે તેના આધારે તે બદલાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ અઠવાડિયે બંને કંપનીઓ દ્વારા આ ડીલ અંગે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.
ટાટામાં હિસ્સેદારી માટે પણ વાતચીત
તાજેતરમાં, રિલાયન્સ અને ડિઝની ડીલ પર અપડેટ આપતી વખતે, બિઝનેસ ટુડેના એક અહેવાલમાં, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે મનોરંજન ક્ષેત્રે ખતરો વધારવા માટે, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ કથિત રીતે વોલ્ટ ડિઝની પાસેથી ટાટા પ્લે ખરીદી રહી છે. જો આ વાટાઘાટો સફળ થશે તો આ પહેલીવાર હશે જ્યારે ટાટા-અંબાણી એકસાથે કોઈ સાહસમાં હશે. જણાવવામાં આવ્યું છે કે આ ડીલ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટાટા પ્લેમાં 29.8 ટકા હિસ્સા માટે વોલ્ટ ડિઝની કંપની સાથે વાતચીત કરી રહી છે.

