Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > Reliance AGM: નીતા અંબાણીએ RILના બોર્ડમાંથી આપ્યું રાજીનામું, આકાશ, અનંત અને ઈશા પર નવી જવાબદારી

Reliance AGM: નીતા અંબાણીએ RILના બોર્ડમાંથી આપ્યું રાજીનામું, આકાશ, અનંત અને ઈશા પર નવી જવાબદારી

Published : 28 August, 2023 03:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નીતા અંબાણી (Nita Ambani)એ બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપી દીધું છે, ઈશા, આકાશ અને અનંતની નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance AGM) સોમવારે તેની ઉત્તરાધિકાર યોજનાનો માર્ગ સાફ કર્યો છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની પુત્રી ઈશા - પુત્રો આકાશ અને અનંતને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં નિમણૂક કરવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે વાર્ષિક સામાન્ય સભા (Reliance AGM) પહેલા કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠક યોજાઈ હતી. તેમાં ઈશા, આકાશ અને અનંતની નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. તે જ સમયે, નીતા અંબાણી (Nita Ambani)એ બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપી દીધું છે.


ગયા વર્ષે દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)એ 66 વર્ષીય તેમના મોટા પુત્ર આકાશ અંબાણીને દેશની સૌથી મોટી મોબાઈલ કંપનીના જિયોના અધ્યક્ષ બનાવવાનો રસ્તો સાફ કરી દીધો હતો. જો કે, અંબાણી જિયો પ્લેટફોર્મના ચેરમેન પદ પર રહ્યા હતા. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ આ હેઠળ આવે છે. ઈશા રિલાયન્સના રિટેલ યુનિટ માટે અને નાના પુત્ર અનંતને ન્યૂ એનર્જી વ્યવસાય માટે પસંદ કરવામાં આવી છે.



જિયો એર ફાઇબર


જિયોના એર ફાઈબરની રાહ પૂરી થઈ ગઈ છે. તેને ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે લૉન્ચ કરવામાં આવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની એજીએમમાં ​​આની જાહેરાત કરી હતી. જિયો એર ફાઇબર 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઑફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે. જિયો એર ફાઇબરના લેન્ડિંગને કારણે ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં ઉથલપાથલ થવાની સંભાવના છે. મુકેશ અંબાણીએ કહ્યું કે કંપનીએ છેલ્લા 10 વર્ષમાં કુલ $150 બિલિયનનું રોકાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ કંપનીનું આ સૌથી વધુ રોકાણ છે.

મીટિંગની શરૂઆત કરતા, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ પીએમ નરેન્દ્ર મોદીના 15 ઑગસ્ટના ભાષણનો પુનરોચ્ચાર કર્યો હતો. મુકેશ અંબાણીએ કહ્યું કે, “આ ન્યુ ઈન્ડિયા છે. આ નવું ભારત ન તો અટકે છે અને ન થાકે છે.” નોંધનીય છે કે, 15 ઑગસ્ટના રોજ પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આજે દેશ જૂની વિચારસરણીને પાછળ છોડીને સતત નવા લક્ષ્યો હાંસલ કરી રહ્યો છે. આ નવું ભારત છે, જે અટકતું નથી, થાકતું નથી, હાંફતું નથી અને હાર માનતું નથી.


ચંદ્રયાન 3ની સફળતા બદલ અભિનંદન

મુકેશ અંબાણીએ પણ ચંદ્રયાન 3ની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. તમને જણાવી દઈએ કે 23 ઑગસ્ટે ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્ર પર ઉતારીને ઈતિહાસ રચ્યો હતો. વાસ્તવમાં, તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર ઊતર્યું છે, જ્યાં અગાઉ વિશ્વનો કોઈ દેશ ઉપગ્રહ લેન્ડ કરવામાં સફળ થયો ન હતો.

જોકે, રિલાયન્સ જિયો (Jio) અને રિલાયન્સ રિટેલ (Reliance Retail)ના IPOને લઈને મહત્વની જાહેરાત થવાની અપેક્ષા હતી, પરંતુ આવું કંઈ થયું નથી. એજીએમ પહેલાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી જોવા મળી હતી અને તેની કિંમત 2483 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. તે જ સમયે, મુકેશ અંબાણીના ભાષણ પછી, શેરમાં વેચવાલીનો દબદબો રહ્યો હતો. તે જ સમયે, જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરમાં તેજી જોવા મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2023 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK