આ રોકાણ બાદ રિલાયન્સમાં કતારનો ૦.૯૯ ટકા જેટલો હિસ્સો મળશે
ફાઇલ તસવીર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જાહેરાત કરી હતી કે કતાર ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટી એની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રીટેલ કંપની રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડમાં ૮૨૭૮ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ રોકાણ રિલાયન્સ રીટેલનું મૂલ્ય ૮.૨૭૮ લાખ કરોડ રૂપિયાના પ્રી-મની ઇક્વિટી મૂલ્ય પર કરે છે.
રિલાયન્સ રીટેલ એની પેટાકંપનીઓ અને સહયોગીઓ દ્વારા ૧૮,૫૦૦થી વધુ સ્ટોર્સના એકીકૃત ઓમ્ની-ચૅનલ નેટવર્ક સાથે ભારતનો સૌથી મોટો રીટેલ વેપાર ચલાવે છે. કતાર ઇન્વેસ્ટમેન્ટનું આ રોકાણ રિલાયન્સ રીટેલમાં ૦.૯૯ ટકાના લઘુતમ ઇક્વિટી હિસ્સાનું રહેશે, જે એકદમ સામાન્ય રોકાણ છે.
ADVERTISEMENT
રિલાયન્સ રીટેલનાં ડિરેક્ટર ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું કે ‘અમે રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડમાં કતાર ઇન્વેસ્ટમેન્ટને રોકાણકાર તરીકે સ્વાગત કરતાં આનંદ અનુભવીએ છીએ. અમે કતારના વૈશ્વિક અનુભવ અને મૂલ્યનિર્માણના મજબૂત ટ્રૅક રેકૉર્ડનો લાભ મેળવવા આતુર છીએ, કારણ કે અમે રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડને વિશ્વમાં વધુ વિકસિત કરીએ છીએ.