Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > મધ્ય પ્રદેશમાંથી 15 જૂનથી મગની એમએસપીથી ખરીદી શરૂ થશે

મધ્ય પ્રદેશમાંથી 15 જૂનથી મગની એમએસપીથી ખરીદી શરૂ થશે

Published : 09 June, 2021 11:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચણાની એમએસપીની ખરીદીની મુદત પણ ૧૫ જૂન સુધી લંબાવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉનાળુ મગનાં અગ્રણી ઉત્પાદક રાજ્ય એવા મધ્ય પ્રદેશમાં મગની એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)ની ખરીદીનો પ્રારંભ આગામી ૧૫ જૂનથી શરૂ થઈ રહ્યો છે. આ ઉપરાંત ચણાની ખરીદી માટેની તારીખ પણ ૧૫ જૂન સુધી લંબાવી દીધી છે.


મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે ૧૫ જૂનથી રાજ્યમાં મગની એમએસપીથી ખરીદી શરૂ થશે, જેના માટે ખેડૂતો ૮ જૂનથી ઑનલાઈન નોંધણી કરાવી શકશે.



વડા પ્રધાનના માર્ગદર્શન હેઠળ ઉનાળુ મગની ખરીદીની મંજૂરી મળી હોવાથી તેની ખરીદી તાત્કાલિક શરૂ કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આ ઉપરાંત કોરોનાને કારણે ચણાની ખરીદી પણ ૧૫ જૂન સુધી લંબાવી દેવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ સરકારની સક્રિય રજૂઆતને પગલે કેન્દ્ર સરકારે ઉનાળુ મગની એમએસપીથી ખરીદીની છૂટ આપી છે, તો ગુજરાત સરકારે પણ રાજ્યના બાજરીના ખેડૂતો માટે આ પ્રકારની ખરીદીની મંજૂરી માગવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2021 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK