કંપનીએ (Pramara IPO) શેર પોતાના ઈશ્યુ પ્રાઈસ 63ની સરખામણીમાં 76.19 ટકા પ્રીમિયમ સાથે 111 રૂપિયા પર લિસ્ટ થયા છે. લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં તેજી આવી છે અને આ જ આંકડો 116 પર પહોંચી ગયો છે.
પ્રતીકાત્મક તસવીર
Pramara IPO: શેર બજારમાં આજે એટલે કે બુધવારે 13 સપ્ટેમ્બરને પ્રમારા પ્રમોશન આઈપીઓની ધમાકેદાર લિસ્ટિંગ થઈ છે. પ્રમોશનલ પ્રોડક્ટસ અને ગિફ્ટ આઈટમ્સ તૈયાર કરનારી કંપનીના શેરની એનએસઈ (NSE) પર બમ્પર લિસ્ટિંગ સાથે શરૂઆત થઈ છે. Pramara Promotionsના શેર પોતાના ઈશ્યુ પ્રાઈસ 63ની સરખામણીમાં 76.19 ટકા પ્રીમિયમ સાથે 111 રૂપિયા પર લિસ્ટ થયા છે. લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં તેજી આવી છે અને આ જ આંકડો 116 પર પહોંચી ગયો છે. મતલબ કે જેને આ આઈપીઓ મળ્યો હશે, તેમને લિસ્ટિંગ પર 85 ટકાનો નફો થશે.
પ્રમારા પ્રમોશન IPOને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો અને 5 સપ્ટેમ્બર 2023ના રોજ બોલીના આશરે 25.64 X સબસ્ક્રાઈબ થયા હતા અને રિટેલ સેગમેંટમાં 17.01 ગણાં સબસ્ક્રિપ્શન અને નૉન રિટેલ ભાગમાં 33.96 ગણાં ઓવરસબસ્ક્રિપ્શન થયા હતાં. 5 સપ્ટેમ્બર 2023ના રોજ IPOના બંધ થવા પર ઓવરસબ્સ્ક્રિપ્શન થયા હતાં. નોંધનીય છે કે પ્રમારા પ્રમોશને પોતાના આઈપીઓમાં પ્રતિ શેર 63 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો. આ IPO માટે 2000 શેરોનો લૉટ સાઈઝ નક્કી કરવામાં આવ્યો હતો. આ IPO પર દાવ લગાવવા માટે ઓછામાં ઓછા 1,26,000 રૂપિયાની જરૂર હતી.
ADVERTISEMENT
કંપની વિશે
પ્રમારા પ્રમોશન્સ લિમિટેડ એક પ્રમોશનલ માર્કેટિંગ એજન્સી છે. આ કંપની વર્ષ 2006માં શરૂ થઈ હતી. પ્રમોશનલ પ્રોડક્ટ્સ અને ગિફ્ટ આઈટમના ઉત્પાદન અને માર્કેટિંગ ડિઝાઈન કરવાના કામ સાથે આ કંપની ચાલી રહી છે. કંપનીના ગ્રાહકોના લિસ્ટમાં એફએસસીજી( ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ), ક્યુએસઆર (ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ), ફાર્મા, બેવરેજ કંપની, કોસ્મેટિક્સ, ટેલિકોમ અને મીડિયા સહિત ઉદ્યોગ સમુહો છે. કંપની ઓઈએમ વ્યવસ્થા હેઠળ ઉત્પાદકોનું નિર્માણ કરવાની પણ વ્યવસ્થા કરે છે. પ્રમારા પ્રમોશન લિમિટેડે અત્યાર સુધીમાં 5000 થી અધિક પ્રોડક્ટ્સની ડિઝાઈન અને તેનું નિર્માણ કર્યુ છે.
વૈશ્વિક દબાણને કારણે સ્થાનિક બજારમાં સતત આઠ દિવસનો વધારો બુધવારે શરૂઆતના કારોબારમાં અટકી ગયો હતો. બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી પ્રારંભિક ટ્રેડિંગમાં લગભગ સ્થિર છે. આજના કારોબારમાં બેન્કિંગ અને ફાઇનાન્સ શેર્સ પર વધુ દબાણ છે.
BSE સેન્સેક્સે આજે 67,188.64 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી. ઇન્ડેક્સ થોડી મિનિટો માટે ગ્રીન ઝોનમાં ગયો હતો, પરંતુ પછી ઘટ્યો હતો. સવારે 10 વાગ્યે સેન્સેક્સ લગભગ સ્થિર હતો અને 67,220 પોઈન્ટથી થોડો નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સની મોટાભાગની કંપનીઓના શેર શરૂઆતના કામકાજમાં ખોટમાં હતા. સેન્સેક્સના 30માંથી 16 શેર લાલ નિશાનમાં હતા. નિફ્ટીએ પણ ટ્રેડિંગની ધીમી શરૂઆત કરી હતી અને સવારે 10 વાગ્યે તે 20 હજાર પોઈન્ટથી થોડો નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટીએ આ સપ્તાહે પ્રથમ વખત 20 હજાર પોઈન્ટની સપાટી વટાવી છે.