આ ફિલ્મને ટી-સિરીઝ, ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રાજેશ નાયરે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.
ગઈ કાલે રામનવમી નિમિત્તે ‘આદિપુરુષ’નું નવું પોસ્ટર શૅર કરવામાં આવ્યું હતું.
ગઈ કાલે રામનવમી નિમિત્તે ‘આદિપુરુષ’નું નવું પોસ્ટર શૅર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ભગવાન રામના રોલમાં પ્રભાસ, જાનકીના રોલમાં ક્રિતી સૅનન અને લક્ષ્મણના રોલમાં સની સિંહ દેખાવાનો છે. આ ફિલ્મને ટી-સિરીઝ, ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રાજેશ નાયરે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. તો ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ૧૬ જૂને હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં થિયેટરમાં રિલીઝ થવાની છે. આ પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રભાસ અને ક્રિતીએ કૅપ્શન આપી હતી, મંત્રો સે બઢકર તેરા નામ જય શ્રી રામ.