નાની બચત યોજનાઓ હેઠળ પોસ્ટ ઑફિસની બે વર્ષની મુદતની થાપણો પરનું વળતર ૬.૯ ટકા છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
તાજેતરના ભૂતકાળમાં બૅન્કની એફડી કરતાં ઓછું વળતર આપતી પોસ્ટ ઑફિસ ટર્મ ડિપોઝિટ, સરકાર દ્વારા નાની બચત યોજનાઓ પરના વ્યાજદરમાં ત્રણ વાર વધારાની અસર સાથે ફરીથી સ્પર્ધાત્મક બની છે.
નાની બચત યોજનાઓ હેઠળ પોસ્ટ ઑફિસની બે વર્ષની મુદતની થાપણો પરનું વળતર ૬.૯ ટકા છે, જે મોટા ભાગની બૅન્કો દ્વારા સમાન પાકતી મુદતની થાપણ પર ઑફર કરવામાં આવે છે.
મે ૨૦૨૨થી આરબીઆઇ દ્વારા શ્રેણીબદ્ધ રેપો રેટમાં વધારો કર્યા પછી એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં ધીમી રહી ગયા બાદ રીટેલ ડિપોઝિટ રેટના ટ્રાન્સમિશનની ગતિએ ગયા નાણાકીય વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં ઝડપી ભેગી થઈ હતી, કારણ કે બૅન્કોએ તેમના પ્રયાસને વધુ તીવ્ર બનાવ્યા હતા.
ADVERTISEMENT
બૅન્કોએ આ સમયગાળામાં વ્યાજદર વધારાની સાથે સરકારે પોસ્ટ ઑફિસના બચત દરમાં પણ ત્રણ તબક્કે વધારો કર્યો હતો. નાની બચત યોજના સંદર્ભમાં સરકારે ૨૦૨૨-’૨૩ના ઑક્ટોબર-ડિસેમ્બર ક્વૉર્ટર માટે વ્યાજદરમાં ૧૦થી ૩૦ બેસિસ પૉઇન્ટ, જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટર માટે ૨૦થી ૧૧૦ બેસિસ પૉઇન્ટ અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ૧૦થી ૭૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો.