૨૦૨૨માં એવું બન્યું કે બોન્ડના ભાવ ઘટ્યા અને શૅરના તો એનાથી પણ વધારે પ્રમાણમાં ઘટી ગયા.
ફાઇનૅન્સ પ્લાન
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
પોર્ટફોલિયો ડાઇવર્સિફાય કરવાની વાત આવે ત્યારે ‘દર વખતે બધાં ઈંડાં એક જ બાસ્કેટમાં રાખવાં નહીં’ એવી ઉપમા આપવામાં આવે છે. વર્ષોથી આ ઉપમા આપવામાં આવી રહી છે. કોઈ એક ઍસેટનું મૂલ્ય ઘટે ત્યારે જો મૂલ્ય વધતી હોય એવી બીજી ઍસેટ્સમાં રોકાણ કરાયેલું હોય તો પોર્ટફોલિયોનું મૂલ્ય ઘણા મોટા પ્રમાણમાં ઘટી જવાના જોખમ સામે રક્ષણ મળે છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે જ્યારે શૅરના ભાવ વધે ત્યારે બોન્ડના ભાવ ઘટે છે. જોકે, ૨૦૨૨માં એવું બન્યું કે બોન્ડના ભાવ ઘટ્યા અને શૅરના તો એનાથી પણ વધારે પ્રમાણમાં ઘટી ગયા.
આના પરથી કહેવાનું કે એક ઘટે ત્યારે બીજી વધે એવી ઍસેટ્સમાં કરાયેલા રોકાણને ડાઇવર્સિફિકેશન કહેવાય નહીં. એવું રોકાણ તો ખરેખર હેજિંગ કહેવાય છે.
ADVERTISEMENT
જે રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ કરવા માગે છે અને ઊંચું વળતર મેળવવા માગે છે એમણે જો પોતાના રોકાણની સામેનું જોખમ ઘટાડવું હોય તો હેજિંગ કરવાનું હોય છે. મોટા ભાગના રોકાણકારોને ટૂંકા ગાળામાં ભલે વૉલેટિલિટી સહન કરીને લાંબા ગાળે ઊંચું વળતર આપે એવી ઍસેટ્સમાં રોકાણ કરવાની જરૂર હોય છે.
ચાલો, ડાઇવર્સિફિકેશનને લગતી ગેરસમજને દૂર કરીએ.
ગેરસમજ : ડાઇવર્સિફિકેશન ફક્ત ઘરડા લોકો માટે હોય છે
ઘણા યુવાન રોકાણકારો આ ગેરસમજ ધરાવતા હોય છે. યુવાનોએ હંમેશાં જોખમો લેવા માટે તૈયાર રહેવું જોઈએ એવી સમજને લીધે આ ગેરસમજ ફેલાયેલી છે. જોકે, જીવનનાં અનેક પાસાં સંબંધે આપવામાં આવતી સલાહ રોકાણમાં કદાચ ઉપયોગી થાય નહીં. યુવાન વ્યક્તિએ જોખમ લેવું જ જોઈએ એવું ફરજિયાત નથી. વળી, દરેક વ્યક્તિ માટે જોખમની વ્યાખ્યા અલગ-અલગ હોય છે. એમ પણ જીવનમાં કોઈ વ્યક્તિએ સમજ્યા-વિચાર્યા વગર જોખમો લેવાનાં હોતાં નથી.
આ પણ વાંચો : નવું નાણાકીય વર્ષ શરૂ થતાં પહેલાં પૂરાં કરવાનાં ચાર મહત્ત્વપૂર્ણ કાર્યો
હકીકત : ડાઇવર્સિફિકેશન કરવાનું કારણ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે
રોકાણની શરૂઆત કરતાં પહેલાં એનાં લક્ષ્ય નિશ્ચિત કરવાનાં હોય છે. ડાઇવર્સિફિકેશનનો ઉદ્દેશ પણ આ લક્ષ્ય સુધી સહેલાઈથી પહોંચવાનો હોય છે. લક્ષ્ય સુધી પહોંચવાના માર્ગ પર ઘણાં વિઘ્નો આવતાં હોય છે, પરંતુ ડાઇવર્સિફિકેશન કરેલું હોય તો એનો સામનો સારી રીતે કરી શકાય છે.
અત્યાર સુધીનો રેકૉર્ડ છે કે ભલભલી મોટી કંપનીઓ પણ ડૂબી ગઈ છે. આમ, ભવિષ્ય જ્યારે અનિશ્ચિત હોય ત્યારે ડાઇવર્સિફિકેશન ઘણું ઉપયોગી થઈ પડે છે, કારણ કે એનાથી જોખમ વિભાજિત થઈ જાય છે.
આથી જ ડાઇવર્સિફિકેશન દ્વારા અલગ-અલગ ઍસેટ ક્લાસ ઉપરાંત અલગ-અલગ ક્ષેત્રો અને અલગ-અલગ ભૌગોલિક પ્રદેશોમાં રોકાણ કરવામાં આવે છે.
પોર્ટફોલિયોમાં બોન્ડનો સમાવેશ કરવાથી વળતર ઓછું મળે છે, પરંતુ વૉલેટિલિટી ઘટી જાય છે.