રિશી સુનક બ્રિટનના નવા વડા પ્રધાન બનતાં આ કરારને ફાયદો થશે
રિશી સુનક
રિશી સુનક બ્રિટનના વડા પ્રધાન બનવાથી ભારત અને બ્રિટન વચ્ચે સૂચિત ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ માટે ચાલી રહેલી વાટાઘાટોને ખૂબ જ જરૂરી વેગ મળવાની શક્યતા છે, એમ વેપાર નિષ્ણાતો કહે છે.
યુકેમાં રાજકીય ઘટનાક્રમને કારણે દેશો વાટાઘાટો પૂર્ણ કરવા માટે દિવાળીની સમયમર્યાદા ચૂકી ગયા છે.
ADVERTISEMENT
નિષ્ણાતોના મતે બ્રિટનમાં રાજકીય સ્થિરતા હવે સંધિ માટેની વાટાઘાટોને ઝડપી બનાવવામાં મદદ કરશે, જે દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણોને પ્રોત્સાહન આપશે.
૪૨ વર્ષના સુનકે સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ કરવાની રેસ જીતી લીધી અને હવે તે ભારતીય મૂળના બ્રિટનના પ્રથમ વડા પ્રધાન બનવા માટે તૈયાર છે.
ભારત માટે આ ખૂબ જ સકારાત્મક સમાચાર છે. ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન્સના વાઇસ ચૅરમૅન ખાલિદ ખાને જણાવ્યું હતું કે આ વિકાસ વાટાઘાટોને ખૂબ જ જરૂરી ગતિ આપવામાં ચોક્કસપણે મદદ કરશે.
જોકે, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રોફેસર બિશ્વજીત ધરે જણાવ્યું હતું કે યુકેના નવા વડા પ્રધાન સૌપ્રથમ ઘરેલુ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને અર્થવ્યવસ્થાને વ્યવસ્થિત કરવા ઇચ્છશે.