Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > દેશમાં ઉનાળુ કઠોળના વાવેતરમાં ૫૪ ટકાનો વધારો, મગફળીનું ઘટ્યું

દેશમાં ઉનાળુ કઠોળના વાવેતરમાં ૫૪ ટકાનો વધારો, મગફળીનું ઘટ્યું

Published : 12 April, 2023 05:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કઠોળ પાકોમાં અડદના વાવેતરમાં ૮૮ ટકાનો વધારો થઈને ૭.૫૧ લાખ હેક્ટરમાં થયું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


દેશમાં ઉનાળુ પાકોનું વાવેતર સરેરાશ ગયા વર્ષની તુલનાએ અમુક પાકોમાં વધ્યું છે. ખાસ કરીને કઠોળ પાકોના વાવેતરમાં ૫૪ ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે તેલીબિયાં પાકોના વાવેતરમાં ૧૫ ટકા જેવો ઘટાડો થયો છે.


કેન્દ્રીય કૃષિ મંત્રાલયના તાજેતરના આંકડાઓ દેશમાં આઠમી એપ્રિલ સુધીમાં કઠોળ પાકોનું વાવેતર ૫૪ ટકા વધીને ૧૦.૧૪ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે આ જ સમયે ૬.૫૭ લાખ હેક્ટરમાં થયું હતું. કઠોળના ઊંચા ભાવ અને પાણીની સગવડતા સારી હોવાથી કઠોળ પાકોના વાવેતરમાં વધારો થયો છે. કઠોળ પાકોમાં અડદના વાવેતરમાં ૮૮ ટકાનો વધારો થઈને ૭.૫૧ લાખ હેક્ટરમાં થયું છે. મગના વાવેતરમાં પાંચેક ટકાનો જ વધારો થયો છે. દેશમાં તેલીબિયાં પાકોનું વાવેતર ૧૪ ટકા ઘટ્યું છે. મગફળીનું વાવેતર ૨૧.૪૧ ટકા ઘટીને ૩.૭૮ લાખ હેક્ટરમાં થયું છે, જ્યારે તલનું વાવેતર ૩.૭૫ લાખ હેક્ટરમાં સ્ટેબલ છે. તલનું વાવેતર ગુજરાતમાં સૌથી વધુ થાય છે અને ગુજરાતમાં વાવેતર ૨૦ ટકા જેવું વધ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2023 05:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK