આમ ૩૪.૫૫ ટકાનો વધારો થયો છે અને એ સાથે હવે કુલ વેચાણમાં આ સેગમેન્ટનો હિસ્સો ૫૧.૫ ટકા હતો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
દેશમાં ૨૦૨૨-’૨૩માં સ્થાનિક પૅસેન્જર વેહિકલનું જથ્થાબંધ વેચાણ ૨૬.૭૩ ટકા વધીને ૩૮.૯ લાખ યુનિટની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જે યુટિલિટી વાહનોની માગમાં વધારો થયો હતો એમ સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સે જણાવ્યું હતું.
સોસાયટીના ડેટા મુજબ પૅસેન્જર વાહનોનું વેચાણ ૩૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૩૮,૯૦,૧૧૪ યુનિટ હતું, જે અગાઉના વર્ષે ૩૦,૬૯,૫૨૩ યુનિટ હતુ. અગાઉ ૨૦૧૮-’૧૯માં વિક્રમી ૩૩,૭૭,૪૩૬ યુનિટનું વેચાણ થયું હતું.
ADVERTISEMENT
પૅસેન્જર વેહિકલમાં સૌથી વધુ હિસ્સો યુટિલિટિ વાહનનો છે, જેનું વેચાણ ૨૦.૦૩ લાખ યુનિટનું થયું હતું, જે અગાઉના વર્ષે ૧૪.૮૯ લાખ યુનિટનું હતું. આમ ૩૪.૫૫ ટકાનો વધારો થયો છે અને એ સાથે હવે કુલ વેચાણમાં આ સેગમેન્ટનો હિસ્સો ૫૧.૫ ટકા હતો.
સિયામના પ્રમુખ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે ૨૦૨૨-’૨૩ એ કોવિડ-19 પછીના એકત્રીકરણનું વર્ષ રહ્યું છે. જોકે યુક્રેનના સંઘર્ષને કારણે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ ફરી શરૂ થયો હતો, પણ પુરવઠા શૃંખલાના કાર્યક્ષમ સંચાલન અને કૉમોડિટીની સારી ઉપલબ્ધતા સાથે ખાસ કરીને ઇલેક્ટ્રૉનિક્સ વસ્તુઓ માટે ભાવ વર્ષ દરમ્યાન સાધારણ રહ્યા હતા, જોકે એ ચિંતાનો વિષય છે.