Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > Paisa Ni Vaat: રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આ છે જોખમ! જરાક કરજો વિચાર

Paisa Ni Vaat: રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આ છે જોખમ! જરાક કરજો વિચાર

Published : 23 December, 2024 03:18 PM | IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

Paisa Ni Vaat: ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી આપણને સમજાવે છે કે, સોશ્યલ મીડિયા પરની રીલ્સ ફૉલો કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કેટલું જોખમ હોય

ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)


ગુજરાતીમાં સુપ્રસિદ્ધ કહેવત છે કે ‘આજે રોકડા ને ઉધાર કાલે’ જેનો સરળ અર્થ છે ‘રોકડા તે ખરા; ઉધારની વાત નહીં’. જોકે, ઉપભોક્તાવાદને પગલે આ કહેવતનો અર્થ એમ કરીએ કે ‘આજે રોકડા (લોન) ને ઉધાર (ઇએમઆઈ) કાલે’ તો પણ અતિષિયોક્તિ નથી. આવી સ્થિતિમાં યોગ્ય નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવા? કઈ બાબતોનું ધ્યાન રાખવું? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું? આ બધા જ સવાલોના જવાબ આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે નવું નજરાણું ‘પૈસાની વાત’ (Paisa Ni Vaat). આ કૉલમમાં આપણે મળીશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સને અને તેમની પાસેથી જાણીશું ફાઇનનાન્સના કેટલાક મૂળભૂત ફંડા.


‘પૈસાની વાત’ના ગત લેખમાં ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી (Khyati Mashru Vasani)એ આપણી સાથે વાત કરી હતી કે, આજના યુવાનો સોશ્યલ મીડિયા (Social Media) પર રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવા તરફ વળ્યા છે ત્યારે તેના પાછળના મુખ્ય કારણો શું છે. હવે આજના લેખમાં ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી આપણને જણાવશે કે, સોશ્યલ મીડિયા પરની રીલ્સ ફૉલો કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કેટલું જોખમ હોય છે.



ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘યુવા રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટની સલાહ માટે સોશ્યલ મીડિયા રીલ્સ તરફ વળ્યા છે તેના કારણો છે - કનવિન્યન્સ અને તાત્કાલિક એક્સેસિબલ, ઇન્ફ્લ્યુઅન્સર્સની અસર પરંપરાગત શિક્ષણનો અભાવ અને ફીયર ઑફ મિસિંગ આઉટ. આજકાલ યુવાનો રીલ્સ જોઈને ઇન્સ્ટાગ્રામ તરફ તો વળી જાય છે પરંતુ તેમાં જોખમ શું છે અને તેની સાઇડ ઇફેક્ટ્સ શું છે તેનાથી તેઓ અજાણ હોય છે. રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કંઈ ખોટું નથી પરંતુ તેની પાછળ જોખમો શું હોય છે તેની જાણ હોવી જરુરી છે.’


જોખમોને વિસ્તારથી સમજાવે છે ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી :

૧. ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કંપની અથવા સંપત્તિ પર સંશોધન ન કરવું (Skipping Due Diligence)


વિશ્વસનીય સ્ત્રોતો અથવા કન્સલ્ટિંગ પ્રોફેશનલ્સ પાસેથી માહિતીને માન્ય કર્યા વિના ફક્ત રીલ્સ પર આધાર રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો જોખમ વધી જાય છે.

૨. ફન્ડામેન્ટલ્સની અવગણના (Ignoring Fundamentals)

જે શેર અથવા સંપત્તિ હાઇપ થયેલી હોય તેના વિશે કોઈપણ જાતની માહિતી વગર કે પછી આંતરિક મૂલ્યને સમજ્યા વિના ઇન્વેસ્ટમેન્ટ કરવું જોખમ છે.

૩. ઓવર-ડાઇવર્સિફિકેશન અથવા એકાગ્રતા (Over-diversification or Concentration)

ઓવર-ડાઇવર્સિફિકેશન એટલે જ્યારે ઇનવેસ્ટર તેમના પોર્ટફોલિયોમાં ઘણા બધા રોકાણો ધરાવે છે, જે નીચા અને ઓછા વળતર તરફ દોરી શકે છે. આ સિવાય એકાગ્રતા ન રાખીએ અને માત્ર રીલ્સના ઇન્ફ્લ્યુઅન્સર્સની આંધળી રીતે નકલ કરવાથી કાં તો રોકાણને ખૂબ જ પાતળું થાય છે અથવા ઉચ્ચ જોખમી અસ્કયામતોમાં વધુ પડતું રોકાણ થઈ શકે છે.

૪. જોખમ આકારણીની ઉપેક્ષા (Neglecting Risk Assessment)

રીલ્સ પરથી પ્રભાવિત થઈને નાણાકીય ક્ષમતા કરતાં વધુ રોકાણ કરવું અથવા કોઈ ઈમરજન્સી ફંડ વગર રોકાણ કરવું જોખમી સાબિત થાય છે.

યુવાનો જો તમે પણ રીલ્સથી ઇન્ફ્લ્યુઅન્સ થઈને ઇનવેસ્ટમેન્ટ કરો છો તો થોડુંક ચેતજો.

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2024 03:18 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK