નિફ્ટી ખાતે ONGC ૧.૭ ટકા, વિપ્રો ૧.૩ ટકા, ડિવીઝ લૅબ એક ટકો નરમ હતા
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
બંગલાદેશની અશાંતિ અને સત્તાપલટામાં અદાણી પાવરનું ૮૦ કરોડ ડૉલર અર્થાત્ ૬૭૦૦ કરોડ રૂપિયાનું લેણું ઘોંચમાં છતાં શૅરનો ભાવ યથાવત્ : જેફરીઝનો બુલિશ વ્યુ ઇન્ડિગોને ફળ્યો, અનિલ અંબાણી ગ્રુપના શૅરો SEBIના આદેશ પાછળ લથડ્યા : ટીવીએસ મોટર્સ નવા લૉન્ચિંગમાં વૉલ્યુમ સાથે ઑલટાઇમ હાઈ, MCXમાં નવી ટૉપ બની : પ્રી-IPO ઇન્વેસ્ટર્સ દ્વારા ઑફ્ફ લોડિંગ વચ્ચે નાયકા તગડા ઉછાળે નવા શિખરે : રેલટેલ ૫૩ કરોડનો ઑર્ડર મળતાં ૫.૫ ટકા ઊંચકાયો : સનફાર્મા અને હિન્દુસ્તાન યુનિલીવર નવા બેસ્ટ લેવલે : ઓરિઅન્ટ ટેક્નૉલૉજીને કુલ ૧૫૫ ગણો રિસ્પૉન્સ