આ ડેરિવેટિવ્ઝનું કૅશ સેટલમેન્ટ થશે અને મહિનાના છેલ્લા શુક્રવારે એ સમાપ્ત થશે.
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) ૨૪ એપ્રિલથી નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ પરના ડેરિવેટિવ્ઝ લૉન્ચ કરશે, એ સંબંધિત સેબીની મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે. એક્સચેન્જ ત્રણ સિરિયલ માસિક ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઇન્ડેક્સ ઑપ્શન્સ કૉન્ટ્રૅક્ટ સાઇકલ ટ્રેડિંગ માટે ઑફર કરશે, એમ NSEએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે. આ ડેરિવેટિવ્ઝનું કૅશ સેટલમેન્ટ થશે અને મહિનાના છેલ્લા શુક્રવારે એ સમાપ્ત થશે. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી ઇન્ડેક્સમાં નિફ્ટી 100 ઇન્ડેક્સની એવી સ્ક્રિપ્સ છે જેનો સમાવેશ નિફ્ટી 50 ઇન્ડેક્સમાં નથી. માર્ચ ૨૦૨૪માં આ ઇન્ડેક્સમાં સર્વાધિક વેઇટની દૃષ્ટિએ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેક્ટરનું ૨૩.૭૬ ટકા, કૅપિટલ ગુડ્સ સેક્ટરનું ૧૧.૯૧ ટકા અને કન્ઝ્યુમર સર્વિસિસનું ૧૧.૫૭ ટકા પ્રતિનિધિત્વ રહ્યું હતું. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૨૦૨૪ની ૨૯ માર્ચે ૭૦ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે NSEમાં લિસ્ટેડ સ્ટૉક્સના આશરે ૧૮ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૨૦૨૪ની ૨૯ માર્ચે ૭૦ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે NSEમાં લિસ્ટેડ સ્ટૉક્સના આશરે ૧૮ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સની ગણતરી ફ્રી ફ્લૉટ પદ્ધતિ પ્રમાણે કરવામાં આવે છે.