સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ સામાજિક પ્રવૃત્તિઓ માટે ધિરાણ મેળવવા સામાજિક ઉદ્યોગ સાહસિકોને નવો વિકલ્પ પ્રદાન કરશે તેમ જ વિઝિબિલિટી આપશે તથા ફન્ડ ઊભું કરવાની તક સાથે અને ફન્ડના વપરાશમાં પારદર્શકતા લાવશે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (એનએસઈ)ને સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (એસઈબીઆઇ - સેબી) તરફથી ૨૨ ફેબ્રુઆરીએ એનએસઈના એક અલગ સેગમેન્ટ તરીકે સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ (એસએસઈ) શરૂ કરવાની અંતિમ મંજૂરી મળી ગઈ છે.
સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ સામાજિક પ્રવૃત્તિઓ માટે ધિરાણ મેળવવા સામાજિક ઉદ્યોગ સાહસિકોને નવો વિકલ્પ પ્રદાન કરશે તેમ જ વિઝિબિલિટી આપશે તથા ફન્ડ ઊભું કરવાની તક સાથે અને ફન્ડના વપરાશમાં પારદર્શકતા લાવશે. મુખ્યત્વે સામાજિક આશય તરીકે સ્થાપિત કોઈ પણ સામાજિક ઉદ્યોગ સાહસ, સેવાભાવી સંસ્થા - નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન (એનપીઓ) કે સેવાભાવી સામાજિક ઉદ્યોગ સાહસો ફૉર પ્રૉફિટ સોશ્યલ એન્ટરપ્રાઇઝિસ (એફપીઈ) સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ સેગમેન્ટ પર રજિસ્ટર્ડ/લિસ્ટેડ થઈ શકે છે.
ADVERTISEMENT
એનએસઈના મૅનેજિંગ ડિરેક્ટર આશિષકુમાર ચૌહાણે જણાવ્યું કે ‘હું આ પ્રસંગે એક અલગ સેગમેન્ટ તરીકે સોશ્યલ સ્ટૉક એક્સચેન્જ શરૂ કરવા એનએસઈને મંજૂરી આપવા બદલ સેબીનો આભાર વ્યક્ત કરું છું.