નોકિયાએ ૨૦૨૧માં નોકિયા ડેટા માર્કેટપ્લેસની જાહેરાત કરી હતી
પ્રતીકાત્મક તસવીર
ફિનલૅન્ડની ટેલિકૉમ કંપની નોકિયાએ ડિજિટલ ઍસેટ્સનું એન્ક્રિપ્શન કરનારા ઉપકરણ, પદ્ધતિ અને કમ્પ્યુટર પ્રોગ્રામ માટે પેટન્ટ મેળવવા અરજી કરી છે. આ બાબતની જાણ ચીનની પેટન્ટ ઑફિસે સોમવારે કરી હતી.
એન્ક્રિપ્શન માટે ડિજિટલ ઍસેટ્સના ઇન્ડેક્સને પણ આવરી લેવામાં આવ્યો છે. હાલ આ વિષયે વધુ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ ડિજિટલ ઍસેટ્સનું એન્ક્રિપ્શન થવા લાગશે અને એના માટે એક સાધન ઉપલબ્ધ થશે એવું અત્યારે જાણી શકાયું છે. કંપની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
અહીં નોંધનીય છે કે નોકિયાએ ૨૦૨૧માં નોકિયા ડેટા માર્કેટપ્લેસની જાહેરાત કરી હતી. બ્લૉકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પૂરી પાડવા માટે આ વિભાગની રચના કરવામાં આવી છે.
અન્ય એક અહેવાલ મુજબ તાઇવાન મોબાઇલ નામની ટેલિકૉમ ઑપરેટર કંપનીને વર્ચ્યુઅલ ઍસેટ સર્વિસ પ્રોવાઇડર તરીકેનું લાઇસન્સ મળ્યું છે. દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બિટકૉઇન ૦.૫૬ ટકા ઘટીને ૯૫,૨૯૩ ડૉલર ચાલી રહ્યો હતો. ઇથેરિયમમાં ૦.૮૨ ટકાની વૃદ્ધિ થતાં ભાવ ૩૩૪૭ ડૉલર થયો હતો. એક્સઆરપી ૦.૭૮ ટકા ઘટ્યો હતો, જ્યારે બીએનબી ૩.૨૧ ટકા વધ્યો હતો.