નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૫૬૧.૫૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૧૮.૧૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩,૬૦૧.૭૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૯૦૬.૦૧ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૭,૫૮૦.૩૧ બંધ રહ્યો.
ચાર્ટ મસાલા
બોમ્બે સ્ટોક એક્સચેન્જ
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૫૬૧.૫૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૧૮.૧૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩,૬૦૧.૭૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૯૦૬.૦૧ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૭,૫૮૦.૩૧ બંધ રહ્યો. ઉપરમાં ૭૮,૧૦૦, ૭૮,૭૦૦, ૭૯,૦૦૦, ૭૯,૧૦૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૭,૪૦૦ નીચે ૭૭,૨૩૨ તૂટે તો ૭૭,૧૨૦, ૭૬,૮૭૫, ૭૬,૫૩૦, ૭૬,૨૫૦ સુધીની શક્યતા જોવા મળશે. બજાર વધારે પડતું ઓવરસોલ્ડ હોવાથી ઉછાળો આવી શકે, પણ ઉછાળે વેચવાલી જોવાશે. મંદીના ઉછાળાને તેજી ન સમજવી. જ્યાં સુધી સચોટ સંકેત ન મળે ત્યાં સુધી નવી લેવાલી હિતાવહ નથી.