Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ‍નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૭,૯૭૪ ઉપર ૧૮,૦૬૪, નીચામાં ૧૭,૭૦૩ મહત્ત્વની સપાટીઓ

‍નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૭,૯૭૪ ઉપર ૧૮,૦૬૪, નીચામાં ૧૭,૭૦૩ મહત્ત્વની સપાટીઓ

Published : 13 February, 2023 04:44 PM | IST | Mumbai
Ashok Trivedi

ઘટાડા વખતે ટ્રેન્ડ લાઇનની નજીક આવે છે, પરંતુ એને તોડ્યા વગર જ પાછા ઉપર તરફ ફરી જાય છે.

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

ચાર્ટ મસાલા

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૭૦૩ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૫.૦૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૭,૮૭૭.૧૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૫૯.૧૮ પૉઇન્ટના નેટ ઘટાડે ૬૦,૬૮૨.૭૦ બંધ રહ્યો. ઉપરમાં ૬૦,૯૦૫ ઉપર ૬૧,૨૬૬ કુદાવે તો ૬૧,૩૯૨ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૬૧,૭૨૫, ૬૧,૯૮૦ સુધીની શક્યતા. નીચામાં ૬૦,૧૪૦ નીચે ૬૦,૦૦૦, ૫૯,૨૧૫, ૫૮,૮૧૬, ૫૮,૬૯૯ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર ટૂંકા અને મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ઉપરમાં ૧૮,૨૨૮ અને ૧૮,૩૭૪ મહત્ત્વની સપાટી ગણાય. લાંબા ગાળાનો ટ્રેન્ડ સુધારાતરફી છે. સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (જ્યારે અપ-ટ્રેન્ડ ચાલતો હોય ત્યારે ભાવો હાયર-બૉટમ અને હાયર-ટૉપ બનાવતાં-બનાવતાં અપ-ટ્રેન્ડ લાઇનની ઉપર રહીને ગતિ કરે છે. ઘટાડા વખતે ટ્રેન્ડ લાઇનની નજીક આવે છે, પરંતુ એને તોડ્યા વગર જ પાછા ઉપર તરફ ફરી જાય છે. ભાવો જ્યારે ટ્રેન્ડ લાઇનની નજીક આવે ત્યારે જે બૉટમ બને એ જ બૉટમના સ્ટૉપલૉસે નવી ખરીદી કરી શકાય. ભાવો જ્યાં સુધી તેજીતરફી રહેશે ત્યાં સુધી આ ટ્રેન્ડ લાઇન ટૂટશે નહીં, પરંતુ ભાવો વધતાં અટકીને નીચે જાય ત્યારે લેણમાં નફો કરી વેચાણ પણ કરી શકાય. એવી જ રીતે ડાઉન ટ્રેન્ડ ચાલતો હોય ત્યારે ભાવો લોઅર-ટૉપ અને લોઅર-બૉટમ બનાવતાં-બનાવતાં ડાઉન ટ્રેન્ડ લાઇનની નીચે રહીને ગતિ કરે છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૭,૮૭૩.૧૦ છે, જે ક્લો‌ઝિંગ પ્રાઇસને આધારે રોજ બદલાતી રહે છે. 



રિલાયન્સ (૨૩૩૬.૬૫) ૨૭૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩૭૧ ઉપર ૨૩૮૭ કુદાવે તો ૨૪૨૨, ૨૪૫૦ સુધીની શક્યતા. નીચામાં ૨૩૨૧ નીચે ૨૨૯૩ સપોર્ટ ગણાય. 


યુકો બૅન્ક (૨૮.૧૫) ૩૮.૧૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૦.૫૦ ઉપર ૩૪.૧૫ અને ૩૮.૧૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૬.૭૫ સપોર્ટ ગણાય. દરેક ઘટાડે રોકાણ કરાય. લાંબી રેસનો ઘોડો છે. 

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૧,૬૪૮.૭૫) ૪૪,૨૪૮.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૧,૯૨૧ ઉપર ૪૨,૨૫૧, ૪૨,૫૬૦, ૪૨,૭૭૫ સુધીની શક્યતા. નીચામાં ૪૧,૨૪૨, ૪૦,૭૬૬ નીચે ૩૯,૭૧૮ સપોર્ટ ગણાય. 


નિફ્ટી ફ્યુચર (૧૭,૮૭૭.૧૦)

૧૮,૯૯૮.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭,૯૭૪ ઉપર ૧૮,૦૨૦, ૧૮,૦૬૪ ઉપર ૧૮,૧૬૦, ૧૮,૨૧૮ કુદાવે તો ૧૮,૩૭૪, ૧૮,૪૪૦ સુધીની શક્યતા. નીચામાં ૧૭,૭૦૩ નીચે ૧૭,૬૩૫, ૧૭,૬૦૦, ૧૭,૪૬૪ તૂટે તો ૧૭,૩૨૦ સુધીની શક્યતા. અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ઍસ્ટ્રલ (૧૯૪૧.૬૫) .

૨૧૨૯.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૬૪ ઉપર ૨૦૧૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૯૩૯ નીચે ૧૯૨૩ અને ૧૯૧૫ તૂટતાં ૧૮૬૬ રસાકસીની સપાટી ગણાય. આ સાથે દૈનિક ચાર્ટઆપેલ છે. 

અરબિન્દો ફાર્મા (૪૬૮.૮૫) 

૩૯૭.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૭૨ ઉપર ૪૮૩, ૪૯૪, ૫૦૩ સુધીની શક્યતા. નીચામાં ૪૫૦ નીચે ૪૪૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટઆપ્યો છે.

શૅરની સાથે શેર

અસર છોડી ગયા કેવી! હજુ પણ છું તમારામાં, તમે અહીંયા નથી તો પણ અહીં છો એમ લાગે છે. - ડૉ. માર્ગી દોશી

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2023 04:44 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK