નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૬૪૦.૨૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૦૦.૪૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૯૪૯.૧૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૫૬.૬૧ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૨૨૪.૭૫ બંધ રહ્યો.
ચાર્ટ મસાલા
શેરબજાર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૬૪૦.૨૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૦૦.૪૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૯૪૯.૧૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૫૬.૬૧ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૨૨૪.૭૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૩૯૧ ઉપર ૮૧,૫૧૫, ૮૨,૩૦૦, ૮૨,૩૨૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૦,૪૦૯ નીચે ૮૦,૨૭૦ સુધીની શક્યતા જોવા મળશે. બજાર ઓવરસોલ્ડ છે પણ ટ્રેન્ડ નરમાઈતરફી જ છે. સ્ક્રિપનાં પરિણામો આધારિત પણ ઉછળકૂદ જોવાય.