Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૯૦૦ અને નીચામાં ૨૩,૫૭૫ અને ૨૩,૪૮૦ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૯૦૦ અને નીચામાં ૨૩,૫૭૫ અને ૨૩,૪૮૦ મહત્ત્વની સપાટીઓ

Published : 23 December, 2024 08:02 AM | Modified : 23 December, 2024 08:10 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૫૭૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૨૦૫.૧૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩,૬૨૫.૬૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૦૯૧.૫૩ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૮,૦૪૧.૫૯ બંધ રહ્યો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચાર્ટ મસાલા

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૫૭૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૨૦૫.૧૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩,૬૨૫.૬૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૦૯૧.૫૩ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૮,૦૪૧.૫૯ બંધ રહ્યો. ઉપરમાં ૭૮,૧૮૦ ઉપર ૭૮,૭૩૦, ૭૮,૮૭૦, ૭૯,૨૨૦, ૭૯,૫૬૦, ૮૦,૦૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૭,૮૭૪ નીચે ૭૭,૮૦૦, ૭૭,૪૯૦, ૭૭,૧૪૦, ૭૬,૮૦૨ સુધીની શક્યતા. સચોટ સંકેતો વિના નવી લેવાલીથી દૂર રહેવું હિતાવહ. આ સપ્તાહે માસિક એક્સપાયરી છે. વેચાણ-કાપણીના ઉછાળા આવી પણ શકે.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (૧) અપસાઇડ વખતનું વૉલ્યુમ ડાઉનસાઇડ વખતના વૉલ્યુમ કરતાં વધારે મહત્ત્વ ધરાવે છે. અપટ્રેન્ડની શરૂઆત વખતે વૉલ્યુમમાં વધારો થવો જોઈએ. ડાઉનટ્રેન્ડ વખતે વૉલ્યુમ મહત્ત્વનું છે, પણ પહેલાં બે-ત્રણ દિવસ સુધી એને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી. હકીકતમાં જોઈએ તો ડાઉનટ્રેન્ડ વખતે વૉલ્યુમમાં મોટો ઉછાળો જોવામાં આવે તો (ખાસ કરીને ભાવો ઍપેક્સની બહુ જ પાસે આવી ગયા હોય તો) આને વૉર્નિંગ સિગ્નલ તરીકે ગણી શકાય. મતલબ કે આપણને મળેલું બેર સિગ્નલ ખોટું છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૩૨૧.૮૭ છે. જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



ટેક મહિન્દ્ર (૧૬૮૬.૦૫) ૧૮૦૭.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૧૦ ઉપર ૧૭૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૬૮૦ નીચે ૧૬૫૦ તૂટે તો વેચવાલી વધતી જોવાશે.


રિલાયન્સ (૧૨૦૫.૩૦) ૧૬૦૩.૧૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૫૫ ઉપર ૧૨૭૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૨૦૧ નીચે ૧૧૭૬, ૧૧૩૭, ૧૧૦૦ સુધીની શક્યતા.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૦,૭૬૯.૮૫) ૫૩,૯૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧,૧૨૦ ઉપર ૫૧,૩૮૫, ૫૧,૬૫૦, ૫૧,૯૦૦, ૫૨,૧૭૦, ૫૨,૨૧૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૦,૬૨૨ નીચે ૫૦,૩૪૦, ૫૦,૦૭૦, ૪૯,૮૧૭ સુધીની શક્યતા.


નિફ્ટી ફ્યુચર (૨૩,૬૨૫.૬૫)

૨૪,૯૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૭૯૫ ઉપર ૨૩,૯૦૦, ૨૪,૦૦૦, ૨૪,૧૦૦, ૨૪,૨૧૭ સુધીની શક્યતા. નીચામાં ૨૩,૫૭૫ નીચે ૨૩,૪૮૦, ૨૩,૩૮૦, ૨૩,૨૭૭ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ઍ​ક્સિસ બૅન્ક (૧૦૭૧.૮૫)

૧૧૯૩.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૨૪ ઉપર ૧૧૪૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦૬૫ તૂટે તો ૧૦૫૯, ૧૦૩૮, ૧૦૧૬, ૯૯૪ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ગ્રાસિમ (૨૪૮૮.૭૦)

૨૭૩૩.૭૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૬૯ ઉપર ૨૬૧૩, ૨૬૫૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪૭૯ નીચે ૨૪૭૨ તૂટે તો ૨૪૩૬, ૨૩૯૨ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2024 08:10 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK