નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૦૭૦.૧૩ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ચાર્ટ મસાલા
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, સૌપ્રથમ તો જૈન વાચકમિત્રોને મિચ્છા મિ દુક્કડં. જે માફ કરે છે તે જ મિત્રો છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું... નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૮૫૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૪૭૦.૯0 પૉઇન્ટના નેટ ઘટાડે ૨૨,૯૦૬ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૧૮૧.૮૪ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૧૮૩.૯૩ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૩૪૦ ઉપર ૮૧,૬૨૦, ૮૧,૯૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૦,૯૮૧ નીચે ૮૦,૭૯૦, ૮૦,૫૦૦, ૮૦,૨૩૦, ૭૯,૯૫૦, ૭૯,૬૮૦, ૭૯,૪૦૦ સુધીની શક્યતા. વાતાવરણ વધ-ઘટે નરમાઈતરફી રહેશે.