Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ૧૮,૭૭૦ નીચે ૧૮,૬૭૦ અને ૧૮,૬૩૫ મહત્ત્વના સપોર્ટ

નિફ્ટી ફ્યુચર ૧૮,૭૭૦ નીચે ૧૮,૬૭૦ અને ૧૮,૬૩૫ મહત્ત્વના સપોર્ટ

Published : 05 December, 2022 12:50 PM | IST | Mumbai
Ashok Trivedi

નીચામાં ૬૨,૬૭૯ નીચે ૬૨,૩૫૦ સપોર્ટ ગણાય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૮,૫૬૬.૧૫ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૧૬૬.૪૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૮,૮૧૨.૫૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૫૭૪.૮૬ પૉઇન્ટના નેટ સુધારે ૬૨,૮૬૮.૫૦ બંધ રહ્યો. ઉપરમાં ૬૩,૧૪૯ ઉપર ૬૩,૫૮૩ કુદાવે તો ૬૩,૬૬૦, ૬૪,૩૭૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૨,૬૭૯ નીચે ૬૨,૩૫૦ સપોર્ટ ગણાય. ગયા નિફ્ટી ફ્યુચરમાં જ્યાં સુધી દૈનિક ચાર્ટ પર લોઅર ટૉપ ફૉર્મેશન ન થાય ત્યાં સુધી મંદી કરવી જોખમી ગણાય. ચૂંટણીનાં પરિણામોની અસર પણ વર્તાશે.


નિફ્ટી ફ્યુચરનો ટૂંકા ગાળા, મધ્યમ તેમ જ લાંબા ગાળાનો ચાર્ટ પણ સુધારાતરફી ગણાય. ઉપરમાં ઑલ ટાઇમ હાઈ ૧૮,૫૯૫ કુદાવતાં બજાર હવે નવા ઝોનમાં ગયું છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૧૮,૧૫૫, ૧૮,૦૩૦ છે. મધ્યમ તેમ જ લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (મોટા ભાગના ટ્રેડર્સ એમ સમજતા હોય છે કે બજારમાં તેજી અથવા મંદીના ફક્ત બે જ તબક્કા હોય છે, પરંતુ હકીકતમાં ટ્રેન્ડ અપવર્ડ, ડાઉનવર્ડ અને ફ્લૅટ એમ ત્રણ દિશામાં ગતિ કરે છે. ભાવો વધતા હોય એનો અર્થ એમ થાય કે સરવાળે વેચવાલી કરતાં લેવાલીનું પ્રમાણ વધારે છે અને ભાવો જ્યારે ઘટતા હોય એનો અર્થ એમ થાય કે સરવાળે લેવાલી કરતાં વેચવાલીનું પ્રમાણ વધારે છે. ભાવો જ્યારે સાંકડી વધઘટે અથડાઈ જાય એનો અર્થ એમ થાય કે લેવાલી અને વેચવાલી બન્નેનું પ્રમાણ લગભગ સરખું છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૬૧૬.૮૭ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે. 



દાલમિયા ભારત (૧૯૩૬.૭૦) : ૧૬૪૨.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૪૨ ઉપર ૧૯૪૮ કુદાવે તો ૧૯૯૦, ૨૦૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૮૬૫ નીચે ૧૮૩૦ સપોર્ટ ગણાય.


મહેન્દ્ર ઍન્ડ મહેન્દ્ર ફાઇનૅન્સ (૨૨૯.૦૦) : ૧૯૧.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩૦ ઉપર ૨૩૫ અને ૨૩૮ મહત્ત્વની સપાટી ગણાય, જેની  ઉપર ૨૪૯, ૨૬૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૨૦ નીચે ૨૧૫ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૩,૩૩૬.૦૦) : ૩૭,૫૨૪.૫૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૩,૭૦૦ ઉપર ૪૩,૯૫૦, ૪૪,૨૨૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૩,૦૦૦ સપોર્ટ ગણાય.      


નિફ્ટી ફ્યુચર (૧૮,૮૧૨.૫૫)

૧૬,૭૬૪.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮,૯૪૮ ઉપર ૧૮,૯૯૯, ૧૯,૦૨૦ કુદાવે તો ૧૯,૨૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૮,૭૩૦, ૧૮,૬૭૦, ૧૮,૬૩૫ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ગ્રાસિમ (૧૮૧૯.૬૫)

૧૬૭૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૨૪ ઉપર ૧૮૩૭, ૧૮૭૭, ૧૯૧૭ તેમ જ ૧૯૧૭ કુદાવે તો ૧૯૫૮, ૧૯૯૮, ૨૦૩૯, ૨૦૭૯, ૨૧૨૦, ૨૧૬૧, ૨૨૦૦, ૨૨૪૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૮૬૫ નીચે ૧૮૩૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

એલઍન્ડટી ફાઇનૅન્સ (૯૧.૩૫)

૭૨.૧૦ના બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન  દર્શાવે છે. ઉપરમાં ૯૨ ઉપર ૯૫ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. ત્યાર બાદ ૧૧૩ અને ૧૨૨ મહત્ત્વની સપાટી ગણાય. જો ૧૨૨ કુદાવવામાં સફળતા મળશે તો વધ-ઘટે લાંબા ગાળે ૧૭૫ સુધી આવી શકે. નીચામાં ૮૬  સપોર્ટ ગણાય. આ સાથે મન્થ્લી ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર

એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા, એક પગ બીજા પગને છળે એમ પણ બને.  -  મનોજ ખંડેરિયા

Whatsapp-channel Whatsapp-channel

05 December, 2022 12:50 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK