Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૧૨૮ અને નીચામાં ૨૩,૬૯૦ અને ૨૩,૫૭૫ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૧૨૮ અને નીચામાં ૨૩,૬૯૦ અને ૨૩,૫૭૫ મહત્ત્વની સપાટીઓ

Published : 30 December, 2024 08:37 AM | Modified : 30 December, 2024 09:03 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૬૩૩.૩૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૬૭ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૯૯૨.૬૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૬૫૭.૪૮ પૉઇન્ટના નેટ સુધારે ૭૮,૬૯૯.૦૭ બંધ રહ્યો

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચાર્ટ મસાલા

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૬૩૩.૩૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૬૭ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૯૯૨.૬૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૬૫૭.૪૮ પૉઇન્ટના નેટ સુધારે ૭૮,૬૯૯.૦૭ બંધ રહ્યો. ઉપરમાં ૭૯,૦૪૩ ઉપર ૭૯,૨૧૫, ૭૯,૫૦૦, ૭૯,૫૮૮ કુદાવે તો ૭૯,૯૦૦, ૮૦,૨૫૦, ૮૦,૬૦૦, ૮૦,૯૪૦, ૮૧,૨૮૫, ૮૧,૬૩૦, ૮૧,૯૭૫, ૮૨,૩૧૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૮,૫૯૮ નીચે ૭૮,૧૮૦, ૭૭,૮૭૫ સપોર્ટ ગણાય. સ્ક્રિપ આધારિત વધ-ઘટ જોવાશે. મોટા ભાગના શૅરોમાં લાંબા ગાળાના ટૉપ બની ગયા છે. નફો મળતો હોય તો બુક કરતાં જવું હિતાવહ છે.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (૨) ભલે પૅટર્નની રચના વખતે ટ્રેડિંગ ઍક્ટિવિટી ઘટતી જાય છે, પરંતુ વૉલ્યુમને જો બારીકાઈથી જોવામાં આવે તો અપ અથવા ડાઉન મૂવ વખતે વૉલ્યુમ વધારે છે કે નહીં એ જાણી શકાય. દાખલા તરીકે અપ ટ્રેન્ડ વખતે ભાવો વધે ત્યારે વૉલ્યુમ વધવું જોઈએ અને ભાવો ઘટે ત્યારે વૉલ્યુમ ઓછું હોવું જોઈએ.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૦૮૪.૪૨ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



સન ફાર્મા (૧૮૬૧.૨૫) : ૧૭૨૩.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૬૬ ઉપર ૧૯૨૨ તરફ આગળ વધશે. નીચામાં ૧૮૧૧ ક્લોઝિંગ સપોર્ટ ગણાય.


રિલાયન્સ (૧૨૨૧.૦૫) : ૧૬૦૩.૧૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૩૦ ઉપર ૧૨૪૫ કુદાવે તો સુધારો જોવાય. નીચામાં ૧૨૦૧ નીચે ૧૧૭૬, ૧૧૩૭ સુધીની શક્યતા જોવા મળશે.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૧,૭૨૪.૩૦) : ૫૩,૯૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૨,૧૮૫ ઉપર ૫૨,૪૩૦, ૫૨,૬૯૦, ૫૨,૯૫૦, ૫૩,૨૧૦, ૫૩,૪૭૬, ૫૩,૭૩૫, ૫૩,૯૯૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૧,૫૨૦ નીચે ૫૧,૩૩૫, ૫૦૬૨૨ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૩,૯૯૨.૬૫)

૨૪,૯૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૦૯૮ ઉપર ૨૪,૧૨૮ કુદાવે તો ૨૪,૨૧૦, ૨૪,૩૧૦, ૨૪,૪૧૫, ૨૪,૫૨૦, ૨૪,૬૨૦, ૨૪,૭૨૫, ૨૪,૮૨૫, ૨૪,૯૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩,૯૨૫ નીચે ૨૩,૭૯૦, ૨૩,૬૯૦, ૨૩,૫૭૫ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

સિપ્લા (૧૫૦૬.૬૦)

૧૪૨૩.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોઝિશન દશાવે છે. ઉપરમાં ૧૫૧૫ ઉપર ૧૫૩૩, ૧૫૫૨, ૧૫૭૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૪૮૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડીક ચાર્ટ આપ્યો છે.

ગ્લેનમાર્ક ફાર્મા (૧૫૮૫.૯૫)

૧૪૪૬.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૦૫ ઉપર ૧૬૧૫, ૧૬૩૮, ૧૬૬૨, ૧૬૮૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૫૪૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2024 09:03 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK