Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૭૩૮ ઉપર ૨૨,૮૭૦ અને નીચામાં ૨૨,૩૫૯ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૭૩૮ ઉપર ૨૨,૮૭૦ અને નીચામાં ૨૨,૩૫૯ મહત્ત્વની સપાટીઓ

Published : 10 March, 2025 07:38 AM | Modified : 13 March, 2025 07:02 AM | IST | Mumbai
Ashok Trivedi

નીચામાં ૭૪,૦૩૮ નીચે ૭૩,૪૧૫ મહત્ત્વનો સપોર્ટ ગણાય. જે પણ ઉછાળા આવશે એ મંદી બજારના ઉછાળા સમજવા. તેજી બજારના ઘટાડા અને મંદી બજારના ઉછાળા ધારણા મુજબના નથી હોતા.

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૧૦૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૬૯.૯૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૨,૬૪૯.૯૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૧૩૪.૪૮ પૉઇન્ટના નેટ સુધારે ૭૪,૩૩૨.૫૮ બંધ રહ્યો. ઉપરમાં ૭૪,૫૮૭ ઉપર ૭૪,૯૨૦, ૭૫,૧૧૨, ૭૫,૩૦૦, ૭૫,૬૮૫, ૭૬,૧૦૦, ૭૬,૪૦૦ સુધીની શક્યતા. નીચામાં ૭૪,૦૩૮ નીચે ૭૩,૪૧૫ મહત્ત્વનો સપોર્ટ ગણાય. જે પણ ઉછાળા આવશે એ મંદી બજારના ઉછાળા સમજવા. તેજી બજારના ઘટાડા અને મંદી બજારના ઉછાળા ધારણા મુજબના નથી હોતા.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (MEASURING TACHNIQUE = અસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ટ્રાયેન્ગલમાંથી બ્રેકઆઉટ આવતાં ભાવો ઓછામાં ઓછા ક્યાં સુધી વધશે અથવા ઘટશે એ જાણવાની સૌથી સરળ રીત એ છે કે પૅટર્નની શરૂઆતનો એટલે કે પહોળામાં પહોળા ભાગની ઊંચાઈ માપવાની, એટલું અંતર બ્રેકઆઉટ પૉઇન્ટમાં ઉમેરતાં અથવા બાદ કરતાં જે ભાવ આવે ત્યાં સુધી ભાવો વધશે અથવા ઘટશે એમ ધારી શકાય. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૬૧૨.૬૩ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



કોલ ઇન્ડિયા (૩૮૦.૬૫) ૩૪૯.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૮૪ ઉપર ૩૮૯, ૪૦૦થી ૪૦૩ની રેન્જ ગણાય. નીચામાં ૩૬૮ સપોર્ટ ગણાય.


જિયો ફાઇનૅન્સ (૨૨૨.૮૧) ૧૯૮.૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૩ ઉપર ૨૨૭, ૨૩૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૧૭ નીચે ૨૦૮, ૧૯૮ સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૮,૬૮૦.૧૫) ૫૦,૭૯૮.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૯,૧૨૦ ઉપર સુધારો જોવાય. ત્યાર બાદ ૪૯,૩૦૦, ૪૯,૬૧૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૮,૧૧૦ નીચે ૪૭,૭૨૨ મહત્ત્વનો સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૨,૬૪૯.૯૫)

૨૨,૧૦૧ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨,૭૩૮ ઉપર ૨૨,૭૫૮ કુદાવે તો ૨૨,૮૭૦, ૨૨,૯૮૦, ૨૩,૦૯૦, ૨૩,૧૯૦ સુધીની શક્યતા. નીચામાં ૨૨,૫૮૦ નીચે ૨૨,૫૩૦ તૂટે તો ૨૨,૪૨૯, ૨૨,૩૫૯ મહત્ત્વના સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

રિલાયન્સ (૧૨૪૯.૮૦)

૧૧૫૬ના બૉટમથી પ્રત્યાઘાતી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૫૫ ઉપર ૧૨૮૫, ૧૨૯૦, ૧૩૧૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૨૩૭ નીચે ૧૨૧૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા (૧૧૭.૭૮)

૧૦૦.૮૧ના બૉટમથી વધીને ૧૨૧.૮૧ સુધી ગયા બાદ સાઇડવેઝમાં છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૨ ઉપર ૧૨૭, ૧૩૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૧૫ નીચે ૧૧૦ સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2025 07:02 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK