Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૪૨૪ અને ૨૩ ,૫૧૭ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૪૨૪ અને ૨૩ ,૫૧૭ મહત્ત્વની સપાટીઓ

Published : 20 January, 2025 10:41 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૧૧૨.૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૩૩.૪૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩,૨૬૭.૨૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૫૯.૫૮ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૬,૬૧૯.૩૩ બંધ રહ્યો

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચાર્ટ મસાલા

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૧૧૨.૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૩૩.૪૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩,૨૬૭.૨૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૭૫૯.૫૮ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૬,૬૧૯.૩૩ બંધ રહ્યો. ઉપરમાં ૭૭,૦૭૦ ઉપર ૭૭ ૩૨૦, ૭૭,૫૧૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૬,૨૬૩ નીચે ૭૬,૨૪૯ તૂટે તો ૭૬,૧૩૦, ૭૫,૬૮૦, ૭૪,૧૧૦ સુધીની શક્યતા જોવા મળશે. માથે બજેટ છે. બજાર હાઇલી ઓવરસોલ્ડ છે. નવો મંદીનો વેપાર સ્ટૉપલૉસ વગર કરવો જોખમી સાબિત થઈ શકે.


  નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (એસેન્ડિંગ ટ્રાયેન્ગલ બુલીશ પૅટર્ન અને ડિસેન્ડિંગ ટ્રાયેન્ગલ બેરીશ પૅટર્ન છે. જ્યારે સીમેટ્રિકલ ટ્રાયેન્ગલ ન્યુટ્રલ પૅટર્ન છે. આનો અર્થ એવો નથી થતો કે સીમેટ્રિકલ ટ્રાયેન્ગલની રચના આપણને માર્કેટની આગામી ચાલ નક્કી કરવામાં મદદરૂપ નથી થતી. બીજા શબ્દોમાં જોઈએ તો સીમેટ્રિકલ ટ્રાયેન્ગલ કન્ટિન્યુએશન પૅટર્ન છે. આને લીધે ચાર્ટિસ્ટે ફક્ત પાછલા ટ્રેન્ડની દિશા જોઈને એવું ધારવાનું હોય છે કે પાછલો ટ્રેન્ડ જ ચાલુ રહેશે. હવે આપણે એસેન્ડિંગ ટ્રાયેન્ગલ વિશે વિગત વાર જોઈએ.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૫૧૮.૧૯ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ (૧૯૪૮.૭૫) : ૧૮૦૦ના બૉટમથી સુધારાતરફી  છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૬૬, ૧૯૮૫, ૧૯૯૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૯૧૫ નીચે ૧૮૯૦ સપોર્ટ ગણાય. 


સમ્માન કૅપિટલ (૧૫૯.૧૭) : ૧૩૯.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૦ ઉપર ૧૬૫, ૧૭૦, ૧૭૪, ૧૮૧, ૧૮૪ મહત્ત્વની સપાટી ગણાય, જે કુદાવે તો ૧૯૧, ૧૯૯, ૨૦૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૫૨ નીચે ૧૪૦ સપોર્ટ ગણાય. દરેક ઘટાડે રોકાણ કરી શકાય. 

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૮,૬૮૫.૬૫) : ૫૩,૯૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં  ૪૯,૨૮૮, ૪૯,૬૭૦, ૪૯,૭૨૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૮,૨૨૫ નીચે ૪૮,૧૦૨ તૂટે તો  ૪૭,૯૪૦, ૪૭,૭૭૦, ૪૭,૪૫૦ સુધીની શક્યતા જોવા મળશે.


નિફ્ટી ફ્યુચર (૨૩,૨૬૭.૨૦)

૨૪,૩૧૪ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૩૫૪, ૨૩,૪૨૪ ઉપર ૨૩,૫૧૭ પ્રતિકારક સપાટી ગણાય. ૨૩,૫૧૭ ઉપર ૨૩,૬૭૫, ૨૩,૮૩૫, ૨૪,૦૦૦ સુધીના લેવલ ગણાય. નીચામાં ૨૩,૧૧૨ તૂટે તો ૨૨,૮૭૦, ૨૨,૫૫૦, ૨૨,૨૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ડાબર (૫૨૬.૦૫)

૫૦૧.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક  ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૩૨ ઉપર ૫૩૫, ૫૪૧, ૫૫૧ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૨૦ નીચે ૫૧૬ સપોર્ટ ગણાય.  આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ઇક્વિનોક્સ ઇન્ડિયા (૧૪૨.૩૭)

૧૧૪.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૩ ઉપર ૧૫૦, ૧૫૭, ૧૬૪ મહત્ત્વની સપાટી ગણાય, જેની ઉપર સંગીન સુધારો જોવાય. નીચામાં ૧૩૦ નીચે ૧૨૦ સપોર્ટ ગણાય. દરેક ઘટાડે રોકાણ કરી શકાય. આ સાથે લાંબા ગાળોનો માસિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2025 10:41 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK