નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪૧૬૧.૫૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૦.૫૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૪૨૦૩.૩૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૩.૨૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૯૩૮૯.૦૬ બંધ રહ્યો.
ચાર્ટ મસાલા
બોમ્બે સ્ટોક એક્સચેન્જ
વાચકમિત્રો, સાલ મુબારક. નવું વર્ષ આપ સૌને તન-મન-ધન સર્વ પ્રકારે લાભદાયી નીવડે એવી શુભકામના. નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪૧૬૧.૫૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૦.૫૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૪૨૦૩.૩૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૩.૨૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૯૩૮૯.૦૬ બંધ રહ્યો. ઉપરમાં ૮૦૫૪૦, ૮૦૬૪૬ કુદાવે તો ૮૦૭૩૮ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. જેની ઉપર ૮૧૩૦૦ સુધીની શક્યતા. નીચામાં ૭૯૧૩૭ નીચે ૭૯૦૯૦, ૭૮૨૯૫ સપોર્ટ ગણાય. બજાર ઓવરસોલ્ડ છે. નવી મંદી કરવી હિતાવહ નથી. તારીખ ૮થી ૧૧ ગેનની ટર્નિંગના દિવસો ગણાય. એ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. સરકારી બૅન્કોનાં પરિણામ સારાં છે, પણ શૅર ચાલતા નથી, પણ ચાલશે ત્યારે બધાને દોડાવશે એ નક્કી.