નૅશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી-50 ઇન્ડેક્સે આજે પ્રથમ વાર ૨૦,૦૦૦ની સપાટી વટાવી હતી. નિફ્ટી-50નો પ્રારંભ ૧૦૦૦ની સપાટીથી થયો હતો અને ૨૭ વર્ષમાં ૨૦,૦૦૦ સુધીની મજલ કાપી છે,
નૅશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી-50 ઇન્ડેક્સે ૨૦,૦૦૦ની સપાટી વટાવી એની ઉજવણી એનએસઈમાં કરવામાં આવી હતી, જેમાં એનએસઈના એમડી આશિષકુમાર ચૌહાણ સહિત મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નિફ્ટી-50 ઇન્ડેક્સે પહેલી વાર ૨૦,૦૦૦ પૉઇન્ટ્સની સપાટી વટાવી એની એનએસઈએ ઉજવણી કરી
મુંબઈ ઃ નૅશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી-50 ઇન્ડેક્સે આજે પ્રથમ વાર ૨૦,૦૦૦ની સપાટી વટાવી હતી. નિફ્ટી-50નો પ્રારંભ ૧૦૦૦ની સપાટીથી થયો હતો અને ૨૭ વર્ષમાં ૨૦,૦૦૦ સુધીની મજલ કાપી છે, જે દેશના મૂડીબજારમાં સ્થાનિક તેમ જ વિદેશી રોકાણકારોએ મૂકેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે, એમ નૅશનલ સ્ટૉક એક્સચેન્જના સીઈઓ અને એમડી આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે છેલ્લાં ૩૦ વર્ષમાં દેશની બજારોમાં લોકોની સામેલગીરી સારી એવી વધી છે. હજી ઘણી મજલ કાપવાની બાકી છે.
આ સારી શરૂઆત છે. ભૂતકાળની જેમ આ યાત્રામાં પણ ઘણા ચડાવ-ઉતાર આવશે. દેશ આગળ વધતો રહેશે અને એનું પ્રતિબિંબ નિફ્ટી-50 ઇન્ડેક્સમાં જોઈ શકાશે. આગામી સમયમાં એનએસઈ દેશમાં ઓછા ખર્ચે ન્યાયી, કાર્યક્ષમ, પારદર્શી, સુવ્યવસ્થિત અને ઉચ્ચ ઑટોમૅટેડ માર્કેટ્સ પ્લૅટફૉર્મ્સ પૂરાં પાડતું રહેશે.
ADVERTISEMENT
ભારત આગામી મહિનાઓમાં ક્રિપ્ટો સંબંધિત વલણ નક્કી કરશે
આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૫૧૪ પૉઇન્ટનો ઘટાડો
ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ટ્રેડરોમાં જોખમ લેવાનું માનસ ઘટ્યું હોવાને પગલે સોમવારે ઘટાડો નોંધાયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૫૨ ટકા (૫૧૪ પૉઇન્ટ) ઘટીને ૩૩,૨૦૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૩૩,૭૧૬ ખૂલીને ૩૩,૯૦૭ની ઉપલી અને ૩૩,૦૬૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી તમામ કૉઇન ઘટ્યા હતા, જેમાં એક્સઆરપીમાં ૬.૪૫ ટકાનો સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. પોલીગોન, સોલાના, પોલકાડોટ અને શિબા ઇનુમાં ૪-૫ ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો.દરમ્યાન, ભારત ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ અને ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડની ભલામણોનો સ્વીકાર કર્યા બાદ આગામી મહિનાઓમાં ક્રિપ્ટોકરન્સી સંબંધે પોતાનું વલણ નક્કી કરશે. આમ, ભારતીય ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગ માટે કેટલાક સારા સંકેતો મળ્યા છે.