રાજકોષીય ખાધ બજેટના ૧૧.૮ ટકાએ પહોંચી અને વધુ સમાચાર
મિડ-ડે લોગો
આધાર બેઝ્ડ ફેસ ઑથેન્ટિકેશન મેમાં ૧૦૬ લાખ થયાં
સર્વિસ ડિલિવરી માટે આધાર-આધારિત ફેસ ઑથેન્ટિકેશન ટ્રાન્ઝૅક્શન્સ મજબૂત વેગ મેળવી રહ્યા છે, મે મહિનામાં માસિક વ્યવહારો ૧૦૬ લાખના સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયા છે, એમ એક પ્રકાશનમાં જણાવાયું છે. એક કરોડથી વધુ ફેસ ઑથેન્ટિકેશન ટ્રાન્ઝૅક્શનનો આ સતત બીજો મહિનો છે. ફેસ ઑથેન્ટિકેશન ટ્રાન્ઝૅક્શન્સની સંખ્યા વધી રહી છે અને જાન્યુઆરી ૨૦૨૩માં નોંધાયેલા આવા વ્યવહારોની તુલનામાં મે મહિનામાં માસિક સંખ્યામાં ૩૮ ટકાનો વધારો થયો છે, જે એના વધતા વપરાશનો સંકેત આપે છે. સર્વિસ ડિલિવરી માટે આધાર આધારિત ફેસ ઑથેન્ટિકેશન ટ્રાન્ઝૅક્શન્સ મજબૂત વેગ મેળવી રહ્યાં છે. રિલીઝમાં જણાવાયું છે કે મે મહિનામાં માસિક વ્યવહારો ઑક્ટોબર ૨૦૨૧માં લૉન્ચ થયા પછી ૧૦૬ લાખની સર્વકાલીન ઊંચાઈને સ્પર્શી ગયા છે.
ADVERTISEMENT
મુખ્ય આઠ કોર સેક્ટરનો ગ્રોથ ઘટીને મેમાં ૪.૩ ટકા
ક્રૂડ ઑઇલ, નૅચરલ ગૅસ અને વીજળીના ઉત્પાદનમાં ઘટાડાને કારણે મે ૨૦૨૩માં આઠ મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની વૃદ્ધિ ઘટીને ૪.૩ ટકા થઈ ગઈ હતી. મે ૨૦૨૨માં મુખ્ય ક્ષેત્રની વૃદ્ધિ ૧૯.૩ ટકા હતી, જ્યારે એપ્રિલ ૨૦૨૩માં મુખ્ય ઇન્ફ્રા ક્ષેત્રોએ ૪.૩ ટકાનો વૃદ્ધિ દર નોંધ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-મે દરમ્યાન આ આઠ ક્ષેત્રોની ઉત્પાદન વૃદ્ધિ ધીમી પડીને ૪.૩ ટકા થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૧૪.૩ ટકા હતી.
રાજકોષીય ખાધ બજેટના ૧૧.૮ ટકાએ પહોંચી
સત્તાવાર ડેટા અનુસાર મેના અંતમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ ૨૦૨૩-૨૪ના સંપૂર્ણ વર્ષના બજેટ અંદાજના ૧૧.૮ ટકા હતી. રાજકોષીય ખાધ ગયા વર્ષના સમાન સમયગાળામાં ૨૦૨૨-૨૩ બજેટ ખર્ચના ૧૨.૩ ટકા હતી. રાજકોષીય ખાધ એ સરકારના કુલ ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત છે. એ સરકાર દ્વારા જરૂરી કુલ ઉધારનો સંકેત છે. કન્ટ્રોલર જનરલ ઑફ અકાઉન્ટ્સના ડેટા મુજબ વાસ્તવિક દૃષ્ટિએ મે ૨૦૨૩ના અંતે ખાધ ૨,૧૦,૨૮૭ કરોડ રૂપિયા હતી. બજેટમાં સરકારે જીડીપીના ૫.૯ ટકા કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.