Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > News In Short : રેગ્યુલેટરે ચપળતાપૂર્વક ઝડપથી નિર્ણય લેવા જોઈએ : ગડકરી

News In Short : રેગ્યુલેટરે ચપળતાપૂર્વક ઝડપથી નિર્ણય લેવા જોઈએ : ગડકરી

Published : 21 December, 2022 05:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાની ઇનોવેટિવ સ્કીમને પણ મંજૂર કરવામાં વર્ષો ન લગાવવાની ટકોર

નિતિન ગડકરી

News In Short

નિતિન ગડકરી


રેગ્યુલેટરે ચપળતાપૂર્વક ઝડપથી નિર્ણય લેવા જોઈએ : ગડકરી


રેગ્યુલેટર્સના અંતે શ્યૉરિટી બૉન્ડ ઇન્શ્યૉરન્સ પ્રોડક્ટના ક્લિયરન્સમાં અયોગ્ય વિલંબને લઈને કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે નાની ઇનોવેટિવ સ્કીમને મંજૂર કરવામાં વર્ષો લાગવાં જોઈએ નહીં.



ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે જામીન બૉન્ડ ઇન્શ્યૉરન્સ માટે મંજૂરી મેળવવા વિશેના તેમના અંગત અનુભવ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મંત્રાલયની ઘણી સમજાવટ પછી પણ આઇઆરડીએઆઇને ઉત્પાદનને ક્લિયર કરવામાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં.


ગડકરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે દેશની પ્રથમ જામીનગીરી બૉન્ડ ઇન્શ્યૉરન્સ પ્રોડક્ટ લૉન્ચ કરી હતી, જે બજાજ અલાયન્સ જનરલ ઇન્શ્યૉરન્સ દ્વારા વિકસાવવામાં આવી છે.

એચડીએફસીએ વ્યાજદરમાં ૩૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો


એચડીએફસીએ વ્યાજદરમાં ૩૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે રીટેલ પ્રાઇમરી ધિરાણ દર હવે વધીને લઘુતમ ૮.૬૫ ટકાના દરે પહોંચી ગયા છે. નવા દરનો અમલ મંગળવારથી લાગુ પડી ગયો છે. બૅન્ક આ દરના આધારે જ તમામ પ્રકારની લોનના દર નક્કી કરે છે. બૅન્કે મે મહિનાથી અત્યાર સુધી ૨.૨૫ ટકાનો વ્યાજદરમાં વધારો કર્યો છે. એચડીએફસીએ કહ્યું કે જે ધિરાણ લેનારનો ક્રેડિટ સ્કોર ૮૦૦ કે એનાથી ઉપર હશે તેને જ ૮.૬૫ ટકાના દરે લોન મળશે. આ દર અત્યારે આ ક્ષેત્રમાં સૌથી નીચા દર છે. એસબીઆઇના દર ૮.૭૫ ટકા છે.

વિયેટનામ જતા ભારતીય ટૂરિસ્ટની સંખ્યામાં મહિને ૫૧ ટકાનો વધારો નોંધાયો

વર્લ્ડ બિઝનેસ આઉટલુક દ્વારા તાજેતરમાં વિયેટજેટે આ વર્ષની એશિયાની મોસ્ટ વૅલ્યુડ ઍરલાઇન જાહેર કરવામાં આવી હતી તેમ જ બેસ્ટ કૅબિન ક્રૂ સર્વિસ ઇન એશિયાના ખિતાબથી નવાજવામાં આવી હતી. હવે આ જ ઍરલાઇન દ્વારા ઘણા ભારતીય વિયેટનામ ગયા છે. ૨૦૨૨ના પ્રથમ ૧૦ મહિનામાં ૮૨,૦૬૬ ભારતીય ટૂરિસ્ટો વિયેટનામ ગયા છે. વિયેટનામ નૅશનલ ઍડ્મિનિસ્ટ્રેશન ઑફ ટૂરિઝમ (VNAT) અનુસાર આ વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં વિયેટનામમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સરેરાશ માસિક ૫૧ ટકાનો વધારો જોવા મળ્યો હતો. 

જુલાઈ બાદ ભારતીય પ્રવાસીઓના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે અને દર મહિને ૨૦૧૯ના વર્ષભરના જોવા મળેલા આંકડાને વટાવી રહ્યો છે અને ઑક્ટોબરમાં તો સૌથી વધુ ૨૦,૬૮૧ ભારતીયો પ્રવાસે ગયા હતા.

વિયેટનામમાં ભારતીયો સૌથી વધુ હેનોઈ, હો ચી મિન્હ સિટી, ફુ ક્વોક, કુઈ નૉન, દનાંગ, હોઈ ઍન, ન્હા ત્રંગ, ફાન થીટ, દલાત અને હાલૉન્ગ શહેરોને પસંદ કરી રહ્યાં છે.  ભારતીયો પણ વિયેટનામ જવા માટે વિયેટજેટ પર જ પસંદગી ઉતારી રહ્યા છે અને એના પરિણામે ૨૦૨૨ના ત્રીજા ક્વૉર્ટરમાં કંપનીની આવકમાં ૬.૫ ગણો વધારો નોંધાયો છે. ત્રીજા ક્વૉર્ટરમાં વિયેટજેટે કુલ ૩૫,૦૦૦ ફ્લાઇટમાં ૬.૪ મિલ્યન પૅસેન્જર્સનું વહન કર્યું હતું. 

દેશનો પાવરની માગનો ગ્રોથ ચાલુ વર્ષે પણ ધીમો રહેશે : ફિચ રેટિંગ

દેશની પાવર ક્ષેત્રની માગ ચાલુ નાણાકીય વર્ષમાં આશરે આઠ ટકા વધશે, જે અગાઉના નાણાકીય વર્ષમાં ૮.૨ ટકાના દરે વધી હતી.

એક અહેવાલ - ઇન્ડિયા પાવર વૉચમાં ફિચે જણાવ્યું હતું કે એ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે ૧૮.૫ ટકાની મજબૂત વૃદ્ધિ  થઈ હતી, પરંતુ બીજા છમાસિક ગાળામાં માગવૃદ્ધિ ધીમી રહે એવી ધારણા છે. એક વર્ષ અગાઉ કોરોના ફરી ફેલાયો હોવાથી માગમાં ઘટાડો થયો હોવાથી નીચો દર હોવાથી ગ્રોથ આ વર્ષે ઊંચો બતાવે છે.
ફિચે જણાવ્યું કે એ સરેરાશ થર્મલ પાવર પ્લાન્ટ લોડ ફૅક્ટર (પીએલએફ) ૬૦ ટકા (પહેલા છમાસિક ગાળામાં ૬૪.૫)થી ઉપર રહેવાની અપેક્ષા રાખે છે, જેને પાવરની માગ અને સ્થાનિક કોલસાના પુરવઠામાં સુધારો કરવામાં મદદ મળે છે.

પહેલા ત્રિમાસિક ગાળામાં ચાલુ વર્ષે વીજમાગમાં ઉછાળા પર થર્મલ લોડ ૬૯.૫ ટકા હતો, પરંતુ ફિચના જણાવ્યા અનુસાર ઊંચા દરિયાઈ કોલસાના ભાવો સાથે સ્થાનિક ઉત્પાદનમાં વધારો થવા છતાં અપૂરતા સ્થાનિક કોલસાના પુરવઠાને કારણે ક્વૉર્ટરમાં ઊંચી પાવરખાધ હતી.

રોકાણકારો માટેની ફરિયાદ નિવારણ પદ્ધતિને મજબૂત કરતાં સેબીનાં પગલાં

સેબીએ પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે અનેક પગલાં સૂચવ્યાં

કૅપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ ઑનલાઇન વિવાદ નિવારણ મેકૅનિઝમનો ઉપયોગ કરીને સિક્યૉરિટીઝ માર્કેટમાં હાલની ફરિયાદ નિવારણ પ્રક્રિયાને મજબૂત કરવાના માર્ગો સૂચવ્યા છે.
એના પરામર્શ પેપરમાં નિયમનકારે આ પ્રક્રિયાઓને વધુ સુલભ અને અસરકારક બનાવીને હાલની માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા અથવા એમઆઇઆઇ-સંચાલિત મધ્યસ્થી અને આર્બિટ્રેશન મેકૅનિઝમને વધુ ગહન બનાવવાનાં પગલાં સૂચવ્યાં છે. એમઆઇઆઇએ સ્ટૉક અને કૉમોડિટી એક્સચેન્જ અને ડિપોઝિટરીઝ છે.

વધુમાં સેબીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા ઑનલાઇન વિવાદ નિવારણ સંસ્થાઓની ક્ષમતા, ટેક્નૉલૉજી અને અન્ય સહાયનો ઉપયોગ કરીને એન્ડ-ટુ-એન્ડ ધોરણે ઑનલાઇન હાથ ધરવામાં આવવી જોઈએ અને રોકાણકારના લાભ માટે હાલની પ્રક્રિયાઓમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2022 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK