૨૩ ખાનગી વીમા કંપનીની આવક ૮.૯ ટકા ઘટી, એલઆઇસીની ૩૫ ટકા વધી
પ્રતીકાત્મક તસવીર
સ્થાનિક જીવન વીમા કંપનીઓની નવી બિઝનેસ પ્રીમિયમ આવક ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરમાં ૧૭.૩ ટકા વધીને ૩૬,૩૬૬.૫૩ કરોડ રૂપિયા થઈ છે, એમ ઇરડાઇના ડેટાએ મંગળવારે જણાવ્યું હતું.
એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તમામ ૨૪ જીવન વીમા કંપનીઓની સામૂહિક પ્રીમિયમ આવક ૩૧,૦૦૧.૧૭ કરોડ રૂપિયા હતી.
ADVERTISEMENT
સૌથી મોટી અને એકમાત્ર સરકારી વીમા કંપની એલઆઇસીએ સપ્ટેમ્બરની ૨૪,૯૯૧.૨૬ કરોડ રૂપિયાની નવી પ્રીમિયમ આવકમાં લગભગ ૩૫ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં ૧૮,૫૨૦.૨૧ કરોડ રૂપિયા હતો એમ ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીઝ ઑફ ઇન્ડિયા (ઇરડાઇ)એ જણાવ્યું હતું.
જોકે ખાનગી ક્ષેત્રના બાકીના ૨૩ ખેલાડીઓની સંયુક્ત નવી પ્રીમિયમ આવકમાં ૮.૯ ટકાનો ઘટાડો થઈને સપ્ટેમ્બરમાં કુલ આવક ૧૧,૩૭૫.૨૭ રૂપિયા થઈ હતી, જે એક વર્ષ અગાઉ ૧૨,૪૮૦.૯૬ કરોડ રૂપિયા હતો.
ખાનગી ક્ષેત્રના ખેલાડીઓમાં એસબીઆઇ લાઇફે નવી પ્રીમિયમ આવક ૧૫ ટકા ઘટીને ૨૪૭૧.૩૭ કરોડ, એચડીએફસી લાઇફની ૨૨.૩ ટકા ઘટીને ૨૧૬૫.૯૭ કરોડ રૂપિયા, બજાજ અલાયન્સ લાઇફની ૩૮.૨ ટકા ઘટીને ૬૭૦.૪૩ કરોડ રૂપિયા, આઇસીઆઇસી પ્રુડેન્શિયલ લાઇફની ચાર ટકા ઘટીને ૧૪૦૯.૮૮ કરોડ રૂપિયા થઈ હતી.