Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > યુનાઇટેડ કિંગડમમાં ક્રિપ્ટોકરન્સીના કાનૂની દરજ્જા બાબતે ખરડો સંસદમાં દાખલ

યુનાઇટેડ કિંગડમમાં ક્રિપ્ટોકરન્સીના કાનૂની દરજ્જા બાબતે ખરડો સંસદમાં દાખલ

Published : 13 September, 2024 07:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિજિટલ ઍસેટ્સને લગતા આ ખરડામાં ક્રિપ્ટોકરન્સી, નૉન-ફન્જિબલ ટોકન્સ અને કાર્બન ક્રેડિટ્સને કાયદા મુજબ વ્યક્તિગત મિલકત ગણવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ક્રિપ્ટોકરન્સીના કાનૂની દરજ્જા બાબતે સ્પષ્ટતા કરવા યુનાઇટેડ કિંગડમની સંસદમાં ખરડો રજૂ કરવામાં આવ્યો છે. ડિજિટલ ઍસેટ્સને લગતા આ ખરડામાં ક્રિપ્ટોકરન્સી, નૉન-ફન્જિબલ ટોકન્સ અને કાર્બન ક્રેડિટ્સને કાયદા મુજબ વ્યક્તિગત મિલકત ગણવામાં આવશે. અત્યાર સુધી ઇંગ્લૅન્ડ કે વેલ્શના પ્રૉપર્ટી કાયદામાં ડિજિટલ ઍસેટ્સને સ્થાન આપવામાં આવ્યું નહોતું. નવા કાયદો ઘડાયા બાદ ડિજિટલ ઍસેટ્સના માલિકોને છેતરપિંડી તથા કૌભાંડો સામે કાનૂની રક્ષણ મળી રહેશે.


દરમ્યાન ઇક્વિટી માર્કેટની પાછળ-પાછળ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ ગુરુવારે સુધારો થયો હતો. બિટકૉઇન 4 ટકા વધીને 58,221 ડૉલરના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ઇથેરિયમમાં 2.66 ટકા વૃદ્ધિ સાથે ભાવ 2355 ડૉલર પહોંચ્યો હતો. બાઇનૅન્સમાં 6.76 ટકા, સોલાનામાં 5 ટકા, રિપલમાં 8.27 ટકા, ડોઝકૉઇનમાં 3.76 ટકા, કાર્ડાનોમાં 7.77 ટકા અને અવાલાંશમાં 3.34 ટકા વધારો
થયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2024 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK