Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નેશનલ સ્ટૉક એક્સચેન્જે રોકાણકારોને આપી ચેતવણી, આ પ્રકારના ફ્રોડથી રહો સાવધાન

નેશનલ સ્ટૉક એક્સચેન્જે રોકાણકારોને આપી ચેતવણી, આ પ્રકારના ફ્રોડથી રહો સાવધાન

Published : 10 April, 2023 09:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

NSE દ્વારા રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવી છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ રિટર્ન્સ આપતી કોઈપણ સંસ્થા દ્વારા કરવામાં આવતી લોભમણી ઑફર કે આવી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટને સબ્સ્ક્રાઇબ ન કરવી

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


શૅરમાર્કેટ (Share Market)માં થતાં ફ્રોડને અટકાવવા અને લોકોને ફ્રોડ વિશે જાગૃત કરવા સંબંધિત સંસ્થાઓ સતત કરી કરતી રહે છે. સમયાંતરે લોકોને ચેતવતી પણ રહે છે. આ જ ક્રમમાં હવે નેશનલ સ્ટૉક એક્સચેન્જે (NSE)એ એક પ્રેસ રિલીઝ બહાર પાડીને રોકાણકારોને હાલમાં ચાલતી ગેરંટેડ રિટર્ન્સની સ્કીમથી સાવચેત રહેવા જણાવ્યું છે, એક્સચેન્જે સંબંધિત કંપની અને વ્યક્તિના નામ અને ફોન નંબર પણ જાહેર કર્યા છે.


NSE દ્વારા જણાવવામાં આવ્યું છે કે “એક્સચેન્જના ધ્યાન પર આવ્યું છે કે ‘શ્રી પારસનાથ કૉમોડિટી પ્રાઈવેટ લિમિટેડ’, ‘શ્રી પારસનાથ બુલિયન પ્રાઈવેટ લિમિટેડ’ અને ‘ફેરી ટેલ ટ્રેડિંગ પ્રાઈવેટ લિમિટેડ’ નામની સંસ્થાઓ 9311846594, 8178244970, 9354777452, 9911454997, 8076002410, 011-43037399, 011-61331024, 011-61331028, 011-41320191 નંબરો સાથે અને ‘parasnathcommodity’ નામની ટેલિગ્રામ ચેનલ સાથે ગેરંટેડ રિટર્ન્સ સાથે ડબ્બા/ગેરકાયદેસર વેપારની પ્રવૃત્તિઓ કરે છે.”



આ ઉપરાંત અન્ય એક પ્રેસ રિલીઝમાં NSEએ આવા જ એક ફ્રોડ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે “એક્સચેન્જના ધ્યાન પર આવ્યું છે કે ‘ભરત કુમાર’ નામની વ્યક્તિ ‘ટ્રેડ વિથ ટ્રસ્ટ’ નામની કંપની સાથે જોડાયેલી છે અને મોબાઇલ નંબર ‘9773407710’ નંબર દ્વારા ઓપરેટ કરીને ગેરંટેડ રિટર્ન્સ સાથે ડબ્બા/ગેરકાયદેસર વેપારની પ્રવૃત્તિઓ કરે છે.”


NSE દ્વારા રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવી છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ રિટર્ન્સ આપતી કોઈપણ સંસ્થા દ્વારા કરવામાં આવતી લોભમણી ઑફર કે આવી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટને સબ્સ્ક્રાઇબ ન કરવી. આવી તમામ પ્રોડક્ટ્સ કાયદા દ્વારા પ્રતિબંધિત છે. નોંધનીય છે કે આ સંસ્થાઓ નેશનલ સ્ટૉક એક્સચેન્જ ઑ ફ ઈન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ સભ્ય અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલી નથી. એક્સચેન્જ દ્વારા સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 (એસસીઆરએ)ની કલમ 23(1)ની જોગવાઈઓ મુજબ કોઈપણ સંસ્થા/વ્યક્તિ કે જે એસસીઆરએની કલમ 13, 16, 17 અથવા 19નું ઉલ્લંઘન કરે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો તે દોષી ઠરશે તો તેને દસ વર્ષ સુધીની જેલ અથવા રૂા. 25 કરોડ સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.


તે એસસીઆરએની કલમ 25 અને કલમ 23 હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973ના અર્થમાં કોગ્નિઝેબલ ગુનાઓ છે અને તે રીતે રાજ્યના કાયદા અમલીકરણ સત્તાધીશો પણ તે મામલે તપાસ કરી શકે છે. સિક્યોરિટીઝ કાયદાઓનું ઉલ્લંઘન કરવા ઉપરાંત, ડબ્બા ટ્રેડિંગ ભારતીય દંડ સંહિતા, 1870ની કલમ 406,420 અને કલમ 120-બીના કાર્યક્ષેત્રમાં પણ આવે છે.

આ પણ વાંચો: રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં વધારો ટાળ્યો અને બજારે સળંગ પાંચમા દિવસે સુધારો જાળવ્યો

રોકાણકારોને આવી સ્કીમ્સથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે કે કારણ કે આવા ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મને એક્સચેન્જ દ્વારા ન તો મંજૂર કરવામાં આવે છે કે ન તો તેને સમર્થન આપવામાં આવે છે. પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિવાદો માટે રોકાણકારો પાસે  એક્સચેન્જના ન્યાયક્ષેત્ર હેઠળ રોકાણકારની સુરક્ષાનો લાભ, એક્સચેન્જ વિવાદ નિરાકરણ પદ્ધતિ કે એક્સચેન્જ દ્વારા સંચાલિત રોકાણકાર ફરિયાદ નિવારણ પદ્ધતિમાંથી કોઈ પણ ઉપાયનો લાભ મળતો નથી.

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2023 09:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK