રિલાયન્સે આ હેઠળ જર્મનીની રિટેલ કંપની મેટ્રો કૅશ એન્ડ કેરી (METRO Cash & Carry)ના ભારતમાં ફેલાયેલા વેપારના અધિગ્રહણનો પ્લાન કર્યો છે.
મુકેશ અંબાણી (ફાઈલ તસવીર)
એશિયાના (Aisa) બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ (Second Richest man) મુકેશ અંબાણીની (Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Induastries Ltd.) એક મોટો સોદો કરવાની તૈયારી કરી રહી છે, જે લગભગ 50 કરોડ યૂરો (4,060 કરોડ રૂપિયા)નો છે. રિલાયન્સે આ હેઠળ જર્મનીની રિટેલ કંપની મેટ્રો કૅશ એન્ડ કેરી (METRO Cash & Carry)ના ભારતમાં ફેલાયેલા વેપારના અધિગ્રહણનો પ્લાન કર્યો છે.
Relianceના પ્રસ્તાવ પર મેટ્રો રાજી!
પીટીઆઇના રિપૉર્ટમાં ઉદ્યોગ જગત સાથે જોડાયેલા સૂત્રોના હવાલે આ માહિતી શૅર કરવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યું છે કે ડીલમાં 31 વિતરણ કેન્દ્ર, ભૂમિ બેન્ક અને મેટ્રો કૅશ એન્ડ કેરીના સ્વામિત્વવાળા અન્ય એસેટ્સ પણ સામેલ છે. રિપૉર્ટમાં એ દાવો પણ કરવામાં આવ્યો છે કે અરબપતિ મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મેટ્રો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી આ ડીલને લઈને ચર્ચા ચાલી રહી હતી અને ગયા અઠવાડિયે જ જર્મનીની આ કંપની રિલાયન્સ રિટેલના પ્રસ્તાવ પર સહેમત થઈ છે.
ADVERTISEMENT
બન્ને કંપનીઓ પાડી ટિપ્પણીની ના
Mukesh Ambaniની આ બિગ ડીલથી દેશના સૌથી મોટા રિટેલર રિલાયન્સ રિટેલને B2B સેગમેન્ટમાં પોતાની હાજરી વધારવામાં મદદ મળશે. મેટ્રો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બન્ને તરફથી આ ડીલના ડેવલપમેન્ટને લઈને કોપણ પ્રકારની ટિપ્પણીની સ્પષ્ટ ના પાડી દીધી છે. જો કે, રિલાયન્સના એક પ્રવક્તાએ કહ્યું કે અમારી કંપની વિભિન્ન અવસરોનું મૂલ્યાંકન કરતી રહે છે, તો મેટ્રો એજીના પ્રવક્તાએ કહ્યું કે બજારની અફવા કે અટકળો પર અમે કોઈ ટિપ્પણી ન કરી શકીએ.
34 દેશોમાં ફેલાયેલું છે મેટ્રો એજીનું વેપાર
મેટ્રો કૅશ એન્ડ કૅરીના ગ્રાહકોમાં રિટેલર્સ અને કિરાણા સ્ટોર્સ, હોટલ, રેસ્ટૉરન્ટ્સ અને કેટરર્સ (હોરેકા), કૉર્પોરેટ્સ, એસએમઇ, કંપનીઓ અને સંસ્થાન સામેલ છે. મેટ્રો એજી 34 દેશોમાં પોતાનો વેપાર કરે છે અને તેણે ભારતીય માર્કેટમાં વર્ષ 2003માં એન્ટ્રી લીધી હતી. આના બેંગ્લુરુમાં છ સ્ટોર, હૈદરાબાદમાં ચાર, મુંબઈ અને દિલ્હીમાં બે બે અને કોલકાતા, જયપુર, જાલંધર, જીરકપુર, અમૃતસર, અમદાવાદ, સૂરત, ઇન્દોર, લખનઉ, મેરઠ, નાસિક, ગાઝિયાબાદ, તુમકુરુ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, ગુંટૂર અને હુબલીમાં એક એક સ્ટોર છે.
આ પણ વાંચો : ભારતના ધનવાનોના ફૉર્બ્સના લિસ્ટમાં ગૌતમ અદાણી ટોચ પર
દેશમાં રિટેલ વેપાર વધારી રહ્યા છે અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) ગ્રુપ હેઠળ આવનારી બંધ કંપનીઓની હૉલ્ડિંગ કંપની છે. કંપનીએ 31 માર્ચ 2022ના પૂરા થયેલ વર્ષ માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો વેપાર નોંધ્યો હતો. રિટેલ વેપાર વધારવા માટે મુકેશ અંબાણી એક પછી એક મોટી ડીલ કરતા જાય છે.