ઑફર ફૉર સેલ દ્વારા સૌથી વધુ ૧.૦૭ લાખ કરોડ રૂપિયા મેળવ્યા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે ૨૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી સરકારે જાહેર ક્ષેત્રનાં સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણથી ૪.૦૪ લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એમાંથી ૫૯ કેસમાં ઑફર ફૉર સેલ દ્વારા કુલ ૧.૦૭ લાખ કરોડ રૂપિયાથી વધુની સૌથી મોટી રકમ છે. આ પછી એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ) દ્વારા ૧૦ તબક્કામાં હિસ્સો વેચવામાં આવ્યો હતો, જે કુલ ૯૮૯૪૯ કરોડ રૂપિયા થયો હતો. ઍર ઇન્ડિયા સહિત ૧૦ કંપનીઓના વ્યૂહાત્મક વેચાણથી છેલ્લાં આઠ વર્ષમાં તિજોરીને ૬૯,૪૧૨ કરોડ રૂપિયાની આવક થઈ છે. જ્યારે ૪૫ કેસમાં શૅર બાયબૅકથી ૪૫,૧૦૪ કરોડ મેળવ્યા હતા. કંપનીઓના લિસ્ટિંગથી એલઆઇસીના ૨૦૫૧૬ કરોડ સહિત કુલ ૫૦,૩૮૬ કરોડ રૂપિયા મેળવ્યા હતા.