ખરીદી બીજીથી આઠમી ડિસેમ્બર દરમ્યાન કરવામાં આવી છે અને હવે એની પાસેના બિટકૉઇનની સંખ્યા ૪,૨૩,૬૫૦ અને એનું કુલ મૂલ્ય ૪૨ અબજ ડૉલર થઈ ગયું છે.
બિટકૉઇન
વિશ્વમાં સૌથી વધુ બિટકૉઇન ધરાવતી કંપની માઇક્રો સ્ટ્રૅટેજીએ આશરે ૨.૧ અબજ ડૉલર મૂલ્યના બીજા ૨૧,૫૫૦ બિટકૉઇન ખરીદ્યા છે. આ ખરીદી બીજીથી આઠમી ડિસેમ્બર દરમ્યાન કરવામાં આવી છે અને હવે એની પાસેના બિટકૉઇનની સંખ્યા ૪,૨૩,૬૫૦ અને એનું કુલ મૂલ્ય ૪૨ અબજ ડૉલર થઈ ગયું છે.
નોંધનીય છે કે માઇક્રો સ્ટ્રૅટેજી સતત પાંચ સપ્તાહથી બિટકૉઇન ખરીદી રહી છે. પાછલા સપ્તાહે એણે સરેરાશ ૯૫,૯૭૬ ડૉલરના એક બિટકૉઇનના હિસાબે ૧૫,૪૦૦ બિટકૉઇન ખરીદ્યા હતા. એનું કુલ મૂલ્ય ૧.૫ અબજ ડૉલર હતું. કંપનીએ સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશનને જણાવ્યા મુજબ ૫.૪ મિલ્યન શૅર વેચીને બિટકૉઇનની ખરીદી કરવામાં આવી છે.
ADVERTISEMENT
દરમ્યાન, બિટકૉઇન એક લાખ ડૉલરની સપાટી ટકાવી રાખવામાં સફળ રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે એનો ભાવ પાછલા ૨૪ કલાકમાં ૦.૪૭ ટકા વધીને ૧,૦૦,૩૫૪ ડૉલર ચાલી રહ્યો છે. સોમવારે અનેક ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ઘટાડો થયો છે જેમાં ઇથેરિયમમાં ૧.૧૯ ટકા, એક્સઆરપીમાં ૨.૯૩ ટકા, સોલાનામાં ૨.૧૦ ટકા, બીએનબીમાં ૧.૨૧ ટકા, ડોઝકૉઇનમાં ૨.૪૨ ટકા અને કાર્ડાનોમાં ૩.૬૪ ટકા ઘટાડો નોંધાયો છે.