જાલનામાં તુવેર વાઇટના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૭૧૦૦-૭૮૫૦ રૂપિયા અને તુવેર રેડના ૭૨૦૦-૭૮૦૦ રૂપિયા હતા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વિદર્ભના ઘણા જિલ્લાઓમાં ખરાબ હવામાનની આગાહીને લીધે મંડીઓ બુધવાર ૧૫થી શુક્રવાર ૧૮ માર્ચ સુધી બંધ રહેવાની છે. આગાહી છે કે વીજળી અને ઝડપી પવનો સાથે મૂશળધાર વરસાદ પડી શકે છે. પરિણામે મંડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે જાણકારોએ કહ્યું કે અમરાવતી-ધામણગાવ રેલવે અને અન્ય પ્રમુખ મંડીઓમાં ૧૫ માર્ચથી આગામી સૂચના સુધી કામકાજ બંધ રહેશે.
દરમ્યાન સોલાપુરમાં બુધવારે સવારે તુવેર પિંકની ૧૬ મોટર આવક થઈ હતી અને ભાવ પ્રતિ ક્વિન્ટલ ૭૫૦૦-૮૫૦૦ રૂપિયાની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી બાજુ જાલનામાં તુવેર વાઇટના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૭૧૦૦-૭૮૫૦ રૂપિયા અને તુવેર રેડના ૭૨૦૦-૭૮૦૦ રૂપિયા હતા. કુલ આવક ૨૦૦-૨૫૦ ક્વિન્ટલ જેટલી થઈ હતી, જ્યારે બારશી માર્કેટમાં તુવેરના ભાવ મંગળવારની સરખામણીએ ૧૦૦ રૂપિયા ઘટીને પ્રતિ ક્વિન્ટલ ૭૫૦૦-૭૯૦૦ રૂપિયાની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આવક ૩૦૦ ગૂણીની થઈ હતી. અહમદનગરમાં ૪૦૦ ગૂણીની આવક સામે ભાવ ૮૦૦૦-૮૨૦૦ રૂપિયાની રેન્જમાં હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: દેશમાંથી કાંદાની નિકાસ એપ્રિલથી ડિસેમ્બરમાં ૪૯ ટકા વધી
બુધવારે બપોર સુધીમાં કરંજા માર્કેટમાં તુવેરના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૭૫૦૦-૮૩૦૦ રૂપિયાના સ્તરે બોલાઈ રહ્યા હતા, જે એ પહેલાંના દિવસની સરખામણીએ ૫૦ રૂપિયા અધિક છે તેમ જ આવક પણ ૧૦૦૦ ગૂણીની થઈ હતી. ઉદગીર માર્કેટમાં તુવેરની બેથી અઢી હજાર ગૂણીની આવક થઈ હતી અને ભાવ પ્રતિ ક્વિન્ટલ ૮૧૦૦-૮૩૦૦ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
અકોલામાં તુવેરની ત્રણ હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ પ્રતિ ક્વિન્ટલ ૭૫૦૦-૮૨૦૦ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. ગુલબર્ગામાં તુવેરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. ભાવ પ્રતિ ક્વિન્ટલ ૮૦૦૯-૮૩૨૧ રૂપિયાના સ્તરે હતા અને સામે આવક ૬૭૩૩ ગૂણીની થઈ હતી. બિદારમાં નવી તુવેરની આવક ૩૫૦૦ ગુણીની થઈ હતી અને ભાવ પણ મંગળવારની સરખામણીએ ૪૦ રૂપિયા વધીને પ્રતિ ક્વિન્ટલ ૭૯૫૮-૮૩૫૬ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આ સિવાય વાશિમમાં તુવેરની અઢી હજાર ગૂણીની આવક સામે ભાવ પ્રતિ ક્વિન્ટલ ૭૫૦૦-૮૦૦૦ રૂપિયાના સ્તરે તેમ જ યાદગીરમાં ૩૫૫ ગૂણીની આવક સામે ભાવ ૮૧૫૭-૮૩૩૯ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. જૂનાગઢમાં નવી તુવેરની ૨૩૦૦ ગૂણીની આવક સામે ભાવ પ્રતિ ક્વિન્ટલ ૬૭૫૦-૭૭૫૦ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.