નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૮૪૬.૪૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૧૯.૩૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૨,૯૯૫.૬૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૯૨૦.૯૮ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૫,૯૩૯.૨૧ બંધ રહ્યો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૮૪૬.૪૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૬૧૯.૩૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૨,૯૯૫.૬૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૯૨૦.૯૮ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૫,૯૩૯.૨૧ બંધ રહ્યો. ઉપરમાં ૭૬,૧૪૦ ઉપર ૭૬,૭૬૫ કુદાવે તો ૭૭,૪૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૫,૩૮૮ નીચે ૭૫,૨૬૭ તૂટે તો ૭૫,૧૫૦, ૭૪,૧૭૦, ૭૩,૧૯૦ સુધીની શક્યતા જોવા મળશે. છેલ્લાં ચાર-પાંચ વર્ષથી જે નવો વર્ગ બજારમાં પ્રવેશ્યો છે કે જેમણે મોટી મંદી જોઈ જ નથી તેઓ નહીં સમજે તો મોટી નુકસાની કરી શકે છે. બજાર હાઇલી ઓવરસોલ્ડ છે. કંઈ પણ થઈ શકે છે. પછેડી પ્રમાણે સોડ તાણવી.
નિફ્ટી ફ્યુચરમાં દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (ભલે આ રચના અપ ટ્રેન્ડ વખતે જોવા મળતી હોય અને એની ગણના કન્ટિન્યુએશન પૅટર્ન તરીકે થતી, પણ ઘણી વાર એ માર્કેટના બૉટમ વખતે જોવા મળે છે ત્યારે સહેલાઈથી પારખી શકાય એવી હોય છે. આ સમયે જ્યારે સપાટ અપર ટ્રેન્ડલાઇનની ઉપર ક્લોઝિંગ આવે છે ત્યારે તેજીતરફી અને ટ્રેન્ડ રિવર્સલનો સંકેત મળે છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૩૦૧.૪૭ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
એમ્ફેસિસ લિમિટેડ (૨૫૫૪.૨૫) : ૩૨૯૭.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬૮૫ ઉપર ૨૭૦૦, ૨૭૩૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫૩૦ નીચે ૨૫૦૨, ૨૪૩૦, ૨૩૫૭, ૨૨૮૫ સુધીની શક્યતા જોવા મળશે.
લ્યુપીન (૧૯૬૯.૯૦) : ૨૪૦૨.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૦૨ ઉપર ૨૦૬૦, ૨૦૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૯૩૦ નીચે ૧૮૮૭, ૧૮૩૦, ૧૭૭૨, ૧૭૧૬ સુધીની શક્યતા જોવા મળશે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૯,૩૩૪.૫૫) : ૫૦,૭૯૮.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૯,૪૩૦ ઉપર ૪૯,૭૨૫, ૫૦,૨૧૦, ૫૦,૪૦૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૯,૯૦૮ નીચે ૪૮,૮૨૦, ૪૮,૩૦૦, ૪૭,૭૨૨ સુધીની શક્યતા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર (૨૨,૯૯૫.૬૫)
૨૩,૮૫૩.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૦૫૦ ઉપર ૨૩,૨૦૫, ૨૩,૩૧૦ કુદાવે તો ૨૩,૫૦૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૨,૮૦૯ નીચે ૨૨,૫૫૦, ૨૨,૩૬૫, ૨૨,૨૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
વરુણ બેવરેજિસ (૪૮૮.૫૫)
૬૮૦.૫૧ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧૭ ઉપર ૫૨૫, ૫૩૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૮૫ નીચે ૪૭૭, ૪૬૬, ૪૫૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ (૨૫૮૦.૫૦)
૪૮૧૦.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૭૬૮ ઉપર ૨૮૨૦, ૨૮૭૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫૫૫ નીચે ૨૫૩૦, ૨૨૪૫, ૧૯૯૩ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

