એક્સઆરપી ૨૪ કલાકના ગાળામાં ૧૧.૨૧ ટકા વધીને ૨.૮૬ ડૉલર પહોંચ્યો હતો. ક્રિપ્ટોનું એકંદર માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૬૦ ટકા વધીને ૩.૪૪ ટ્રિલ્યન ડૉલર થયું હતું.
મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ
મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે દેશમાં ક્રિપ્ટોકરન્સી અને બ્લૉકચેઇન ટેક્નૉલૉજીના સંદર્ભે નીતિઓ ઘડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ – બાઇનૅન્સ ઉપરાંત અબુ ધાબી સરકાર સાથેની મંત્રણા બાદ આ જાહેરાત કરી હતી. ઇબ્રાહિમે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઉક્ત બેઠકમાં ડિજિટલ પરિવર્તન, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડેટા સેન્ટર સંબંધે મંત્રણા થઈ હતી. મલેશિયા ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગમાં આવી રહેલાં ઝડપી પરિવર્તનો સાથે કેવી રીતે તાલ મિલાવી શકે છે એના વિશે અભ્યાસ કરવાનો તેમણે નાણાં ખાતું, સિક્યૉરિટીઝ કમિશન તથા કેન્દ્રીય બૅન્ક – બૅન્ક નિગારાને અનુરોધ કર્યો છે.
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં સુધારો આગળ વધ્યો હતો. બિટકૉઇન ૨.૪૧ ટકા વધીને ૯૯,૦૪૪ ડૉલર તથા ઇથેરિયમ ૨.૯૯ ટકા વધીને ૩૩૦૧ ડૉલર થયા હતા. એક્સઆરપીનું કદ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે અને એને કારણે ઇથેરિયમ સામે સ્પર્ધા ઊભી થઈ છે. એક્સઆરપી ૨૪ કલાકના ગાળામાં ૧૧.૨૧ ટકા વધીને ૨.૮૬ ડૉલર પહોંચ્યો હતો. ક્રિપ્ટોનું એકંદર માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૬૦ ટકા વધીને ૩.૪૪ ટ્રિલ્યન ડૉલર થયું હતું.