વ્યાજદરનો વધારો બજારની સ્થિતિને અનુરૂપ : વિશ્વનાથ ગૌડ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડે પૉલિસી રેપો રેટમાં વધારો કરવાના ભારતીય રિઝર્વ બૅન્કના તાજેતરના નિર્ણયને પગલે ધિરાણ દરમાં ૦.૫૦ ટકાના વધારાની જાહેરાત કરી હતી. મુખ્ય બેન્ચમાર્ક દર છે જેની સાથે એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડની લોન પરના વ્યાજનો દર જોડાયેલો છે, જે હોમ લોનના નવા વ્યાજદર વધીને આઠ ટકા થયા છે જે અગાઉ ૭.૫૦ ટકાથી શરૂ થતા હતા.
એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વાય. વિશ્વનાથ ગૌડે જણાવ્યું હતું કે ‘અપેક્ષિત તરીકે પાંચમી ઑગસ્ટે રેપો રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરવાનો આરબીઆઇનો નિર્ણય ધારણા મુજબનો જ આવ્યો હતો. રેપો રેટમાં વધારાને કારણે હોમ લોન પરના કાર્યકાળમાં થોડી લઘુતમ વધ-ઘટ થઈ છે, પરંતુ હાઉસિંગની માગ મજબૂત રહેશે. આથી વ્યાજદરમાં વધારો બજારની સ્થિતિને અનુરૂપ છે.