Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > Jio Financial listing: મુકેશ અંબાણીની નવી કંપનીનું આજે થયું લિસ્ટિંગ, જાણો શૅરનો ભાવ

Jio Financial listing: મુકેશ અંબાણીની નવી કંપનીનું આજે થયું લિસ્ટિંગ, જાણો શૅરનો ભાવ

Published : 21 August, 2023 11:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Jio Financial listing: મુકેશ અંબાણી બીજી કંપની Jio Financial Servicesનું શૅરબજારમાં આજે લિસ્ટિંગ કરવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


મુકેશ અંબાણી (Mukesh Ambani) બીજી કંપની Jio Financial Servicesનું શૅરબજારમાં આજે લિસ્ટિંગ (Jio Financial listing) કરવામાં આવ્યું છે. આ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થયેલી છે. આ કંપની આજે એટલે કે 21 ઓગસ્ટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થવા જઈ રહી છે. આ કંપનીનું કિસટીનગ થશે એટલ કે હવે ગ્રાહકો અન્ય કંપનીઓના શૅરની જેમ Jio Financialના શૅર પણ ખરીદી અને વેચી શકશે. 


જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ આજે NSE અને BSE બંને મુખ્ય એક્સચેન્જો પર લિસ્ટ કરવામાં આવી છે. આજે આ સ્ટોક BSE પર રૂ. 265 પ્રતિ શૅરના ભાવે લિસ્ટ થયો હતો. જ્યારે NSE પર આ કંપનીનું લિસ્ટિંગ રૂ. 262 પ્રતિ શૅરના ભાવે થયું હતું.



ગયા મહિને જ આ કંપનીને ડી-મર્જર પ્રક્રિયા હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance)થી અલગ કરવામાં આવી હતી. આ કંપનીના શૅરની કિંમત રૂ. 261.85 પર નક્કી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પ્રથમ 10 દિવસ માટે જિયો ફાયનાન્સિયલ સર્વિસીસ દ્વારા T-ગ્રૂપ સેગમેન્ટમાં વેપાર કરવામાં આવશે. એનો અર્થ એ થયો કે શૅરમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ થઈ શકશે નહીં. આ સાથે જ 5 ટકાની અપર અને લોઅર સર્કિટ મર્યાદા રહેશે. તેના દ્વારા સ્ટોકની વધઘટ રોકવાની કવાયત હાથ ધરવામાં આવશે. 


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારોને તેમના ડીમેટ ખાતામાં 1:1ના રેશિયોમાં શૅર જમા કરવામાં આવ્યા હતા. આનો અર્થ એ છે કે જો તમારી પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એક પણ હિસ્સો હોય અને તમે રેકોર્ડ ડેટ એટલે કે 20 જુલાઈ સુધી હોલ્ડ કર્યો હોય, તો પોર્ટફોલિયોમાં આપમેળે જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસનો એક શૅર આવી જશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ ડી-મર્જરની જાહેરાત કરી દીધી હતી. ડી-મર્જર કર્યા બાદ Jio Financial Services આ ક્ષેત્રની ભારતની પાંચમી સૌથી મોટી કંપની બની ગઈ છે. તાજેતરમાં Jio Financial દ્વારા મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં પ્રવેશવા માટે BlackRock સાથે 50:50 JV એન્ટિટીની જાહેરાત કરવામાં આવી હતી.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડીમર્જ થઈને જિયો ફાઇનાન્સિયલ સર્વિસ કંપનીની રચના કરવામાં આવી છે. આ કંપની માટે 20 જુલાઈના રોજ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં શૅર પ્રાઈસ ડિસ્કવરી કરવામાં આવી હતી. પ્રાઇસ ડિસ્કવરી થઈ ગયા બાદ તે 261.35 રૂપિયા પ્રતિ શૅર નક્કી કરવામાં આવી હતી. આજ સુધી RILના દરેક શૅરધારકને દરેક 1 શૅર માટે JFSLનો 1 શૅર જારી કરવામાં આવ્યો છે.

જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિસ્ટિંગ પછી 10 દિવસ સુધી ટ્રેડ-ટુ-ટ્રેડ (T2T) સેગમેન્ટમાં વેપાર કરશે. T2T સેગમેન્ટ હેઠળ આ સ્ટોકમાં ટ્રેડિંગ કર્યા પછી જ ડિલિવરી લઈ શકાશે. ઇન્ટ્રા-ડે ધોરણે તેનો વેપાર કરી શકાતો નથી. શૅરમાં આગામી 10 ટ્રેડિંગ સેશન માટે 5%નું સર્કિટ ફિલ્ટર હશે.

Whatsapp-channel Whatsapp-channel

21 August, 2023 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK