જોખમ ઘટાડવા માટે પોર્ટફોલિયોમાં સોનું અને ક્રિપ્ટોકરન્સી બન્ને હોવાં જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
બિઝનેસ ન્યુઝ ચૅનલ સીએનબીસીના મૅડ મની કાર્યક્રમના સંચાલક જિમ ક્રેમરે પોર્ટફોલિયોમાં ક્રિપ્ટોકરન્સીને સ્થાન આપવા પર ભાર મૂક્યો છે. તેમનું કહેવું છે કે ક્રિપ્ટોકરન્સી આર્થિક અસ્થિરતાના સમયમાં રક્ષણ આપનારી ઍસેટ છે. ખાસ કરીને અમેરિકન સરકાર પરનું કરજ વધી રહ્યું છે એવા સમયે આ ખૂબ જરૂરી છે. ક્રેમરે એમ પણ કહ્યું છે કે અમેરિકામાં વ્યાજદર ઓછા હતા એવા સમયે સરકારે લાંબા ગાળાના બોન્ડ ઇશ્યુ નહીં કર્યા એ એની ખૂબ મોટી ભૂલ હતી. સરકારના નિર્ણય કરનારાઓ જ્યારે અણધાર્યાં પગલાં ભરે ત્યારે બિટકૉઇન અને ઇથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સી રક્ષણ આપી શકે છે.
હું માનું છું કે જોખમ ઘટાડવા માટે પોર્ટફોલિયોમાં સોનું અને ક્રિપ્ટોકરન્સી બન્ને હોવાં જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું. દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સુધારો નોંધાયો હતો. બિટકૉઇન ૨.૨૧ ટકા વધીને ૯૪,૨૩૮ ડૉલર અને ઇથેરિયમ ૫.૫૭ ટકા વધીને ૩૪૯૮ ડૉલર થયા હતા. સોલાનામાં ૩.૯૦ ટકા, એક્સઆરપીમાં ૪.૮૯, ડોઝકૉઇનમાં ૪.૬૭, કાર્ડાનોમાં ૯.૮૪, અવાલાંશમાં ૩.૬૭, ટ્રોનમાં ૫.૯૫, ટોનકૉઇનમાં ૫.૬૬, શિબા ઇનુમાં ૪.૩૮, પોલકાડોટમાં ૬.૩૮ અને ચેઇનલિંકમાં ૭.૯૦ ટકા વૃદ્ધિ થઈ હતી.