નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગે ૨૦૨૧ના સમાન સમયગાળાની તુલનાએ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં નવેમ્બર સુધી રીફન્ડના મુદ્દાને વેગ આપ્યો છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આવકવેરા (આઇટી) વિભાગે અગાઉના વર્ષની સરખામણીમાં પહેલી એપ્રિલથી ૩૦ નવેમ્બર ૨૦૨૨ સુધી કુલ ૬૬.૯૨ ટકા રીફન્ડ જારી કર્યાં છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગે ૨૦૨૧ના સમાન સમયગાળાની તુલનાએ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં નવેમ્બર સુધી રીફન્ડના મુદ્દાને વેગ આપ્યો છે. આ સમયગાળામાં કુલ ૨.૧૫ લાખ કરોડ રૂપિયાનાં રીફન્ડ જારી કરવામાં આવ્યાં હતાં.