ગયા વર્ષમાં કુલ ૧.૫૬ લાખ કરોડ રૂપિયા આ સેગમેન્ટમાં આવ્યા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા એસઆઇપી દ્વારા નેટ પ્રવાહ ૨૦૨૨-’૨૩માં ૧.૫૬ લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષથી ૨૫ ટકા વધુ છે, જે બજારોમાં અસ્થિરતા હોવા છતાં છૂટક રોકાણકારોનો આ માર્ગમાં વિશ્વાસ સૂચવે છે.
દેશમાં એસઆઇપીમાં વર્ષ ૨૦૨૧-’૨૨માં ૧.૨૪ લાખ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૨૦-’૨૧માં ૯૬,૦૮૦ કરોડ રૂપિયાનો પ્રવાહ આવ્યો હતો એમ અસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયાના ડેટા દર્શાવે છે.
ADVERTISEMENT
વધુમાં, છેલ્લાં સાત વર્ષમાં મ્યુચ્યુઅલ ફન્ડ એસઆઇપી યોગદાનમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૬-’૧૭માં માત્ર ૪૩,૯૨૫ કરોડ રૂપિયા હતા.
નાણાકીય વર્ષ દરમ્યાન એસઆઇપી પ્રવાહ દર મહિને સરેરાશ ૧૩ હજાર કરોડ રૂપિયાનો પ્રવાહ હતો, જે રોકાણકારોને શૅરબજારમાં રહેવામાં મદદ કરે છે અને રૂપિયાની સરેરાશ કિંમતનો લાભ મેળવે છે. સ્થિર પ્રવાહ સ્થાનિક બજારમાં સ્થિતિસ્થાપકતા સૂચવે છે, જે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના વેચાણ સામે મજબૂત ટેકારૂપ રોકાણ છે.