Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડના વ્યાજદરમાં માર્જિનલ વધારો થઈ ૮.૧૫ ટકા કરાયા

એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડના વ્યાજદરમાં માર્જિનલ વધારો થઈ ૮.૧૫ ટકા કરાયા

Published : 29 March, 2023 04:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈપીએફના દરમાં દાયકાના તળિયેથી સુધારો કરાયો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


રિટાયરમેન્ટ ફન્ડ બૉડી એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશને એના ૬ કરોડથી વધુ ગ્રાહકો માટે ૨૦૨૨-’૨૩ માટે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફન્ડ થાપણો પરના વ્યાજદરને નજીવો વધારીને ૮.૧૫ ટકા કર્યો છે.


માર્ચ ૨૦૨૨માં ઈપીએફઓએ ૨૦૨૧-’૨૨ માટે ઈપીએફ પરના વ્યાજદરને ઘટાડીને ૮.૧૦ ટકાના ચાર દાયકાના નીચા સ્તરે લાવી દીધા હતા, જે અગાઉના વર્ષે ૮.૫ ટકા હતા. બે વર્ષ સુધી સ્થિર રહ્યા બાદ હવે એમાં ૦.૦૫ ટકાનો વધારો કરાયો છે. ઈપીએફનો જૂનો દર વર્ષ ૧૯૭૭-’૭૮ બાદનો સૌથી નીચો દર હતો, એ વર્ષે દર આઠ ટકા હતો.



કેન્દ્રીય શ્રમ પ્રધાન ભૂપેન્દ્ર યાદવની આગેવાની હેઠળની ઈપીએફઓ, સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટીઝની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાએ શ્રમ મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે સભ્યોના ખાતામાં ભંડોળ પર ૮.૧૫ ટકા વાર્ષિક વ્યાજદરની ભલામણ કરી હતી.


નાણાં મંત્રાલયની મંજૂરી પછી વ્યાજદર સત્તાવાર રીતે સરકારી ગૅઝેટમાં સૂચિત કરવામાં આવશે, જેના પગલે પીએફના સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં વ્યાજ જમા કરશે, એમ તેણે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2023 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK