ભારતની ૮ પ્રાઇમરી માર્કેટમાં આ વર્ષના ૬ મહિનામાં મૅન્યુફૅક્ચર માટેના વેરહાઉસ માટે ૨૩ મિલ્યન સ્ક્વેર ફીટનું ટ્રાન્ઝૅક્શન જોવા મળ્યું છે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં મૅન્યુફૅક્ચરિંગ વધી રહ્યું હોવાથી વેરહાઉસ માટેની જગ્યાની ડિમાન્ડ આસમાને પહોંચી ગઈ છે. ભારતની ૮ પ્રાઇમરી માર્કેટમાં આ વર્ષના ૬ મહિનામાં મૅન્યુફૅક્ચર માટેના વેરહાઉસ માટે ૨૩ મિલ્યન સ્ક્વેર ફીટનું ટ્રાન્ઝૅક્શન જોવા મળ્યું છે. ટોટલ ટ્રાન્ઝૅક્શનના ૨૦ ટકા જગ્યા મુંબઈમાં છે. બીજા ક્રમે દિલ્હી-NCRનો સમાવેશ થાય છે જેમાં ૧૭ ટકા જગ્યા છે. એ જગ્યામાં થર્ડ પાર્ટી લૉજિસ્ટિક્સ અને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટર્સનો સમાવેશ થાય છે. વેરહાઉસની રેન્ટલ માર્કેટમાં પુણે સૌથી મોંઘું છે. એક મહિના માટે એક સ્ક્વેર ફીટના ૨૬ રૂપિયા ભાવ ચાલે છે. કલકત્તામાં ૨૩.૮ અને મુંબઈમાં ૨૩.૬ રૂપિયાનો ભાવ છે. પુણે અને ચેન્નઈમાં ભાડે જમીન આપવાના ભાવમાં ૪ ટકાનો વધારો જોવા મળ્યો છે. લોકલની સાથે ઇન્ટરનૅશનલ કંપનીઓનું મૅન્યુફૅક્ચરિંગ પણ ઇન્ડિયામાં વધી રહ્યું છે. ઍપલ, સૅમસંગ અને ફૉક્સકૉમ જેવી ઘણી કંપનીઓ ઇન્ડિયામાં મૅન્યુફૅક્ચરિંગ યુનિટ મોટું કરી રહી છે.