અન્ય એક અહેવાલ મુજબ કોલંબિયાની સૌથી મોટી બૅન્ક બૅન્કોલંબિયાએ ક્રિપ્ટો એક્સચેન્જ અને સ્ટેબકૉઇન લૉન્ચ કર્યા છે.
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે વેચવાલીના દબાણને લીધે ઘટાડો નોંધાયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૨.૪૭ ટકા (૧૯૮૧ પૉઇન્ટ) ઘટીને ૭૮,૨૭૪ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૦,૨૫૫ ખૂલીને ૮૦,૭૫૫ની ઉપલી અને ૭૭,૬૫૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ૨.૩૫ ટકા વધેલા ટ્રોન સિવાયના ઇન્ડેક્સના તમામ કૉઇન ઘટ્યા હતા. અવાલાંશ, સોલાના, ડોઝકૉઇન અને શિબા ઇનુમાં ૪થી ૭ ટકાનો ઘટાડો થયો હતો.
ઇન્ડોનેશિયાના કૉમોડિટીઝ ક્ષેત્રના નિયમનકાર–કૉમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ રેગ્યુલેટરી એજન્સીએ ક્રિપ્ટોકરન્સીના કામકાજ અને અનુપાલનને લગતી બાબતો પર નજર રાખવા માટે સરકાર, નિયમનકારો અને ઉદ્યોગના પ્રતિનિધિઓની એક વિશેષ સમિતિ રચી છે. આ જ રીતે હૉન્ગકોન્ગ મૉનિટરી ઑથોરિટીએ ટોકનાઇઝેશન માર્કેટ માટેનાં ધોરણો ઘડવા માટે કાર્યકારી જૂથની રચના કરી છે. અન્ય એક અહેવાલ મુજબ કોલંબિયાની સૌથી મોટી બૅન્ક બૅન્કોલંબિયાએ ક્રિપ્ટો એક્સચેન્જ અને સ્ટેબકૉઇન લૉન્ચ કર્યા છે.